For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ તારીખથી શરૂ થશે બાળકો માટે વેક્સીનેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસમસના દિવસે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં બાળકોના રસીકરણની જાહેરાત મુખ્ય હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિસમસના દિવસે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં બાળકોના રસીકરણની જાહેરાત મુખ્ય હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. જેના કારણે વાલીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. જો કે, તેમના મનમાં હજૂ પણ કેટલીક બાબતોને લઈને પ્રશ્નો છે.

ઝાયડસ કેડિલાની બિન-ઇન્જેક્ટેબલ COVID-19 રસી, Zycov-D પછી, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરોમાં ઉપયોગ માટે નિયમનકારી મંજૂરી મેળવનારી આ બીજી રસી છે. તો શું બાળકોને કોવેક્સિન આપવામાં આવશે? આ પ્રશ્ન હાલ પૂરતો રહે છે.

પ્રશ્ન 1 : રસી કેવી રીતે કામ કરશે?

પ્રશ્ન 1 : રસી કેવી રીતે કામ કરશે?

માતાપિતાની સૌથી મોટી મૂંઝવણ એ છે કે, તે કેવી રીતે લાગુ થાય છે. જાહેરાત કરતી વખતે વડાપ્રધાન મોદીએ એ સ્પષ્ટ કર્યું નથી કે, રસી કેવી રીતે લાગુ કરવામાંઆવશે. તેનો અમલ કેવી રીતે થાય છે, તે હજુ સ્પષ્ટ નથી.

પ્રશ્ન 2 : શું તે મફત હશે અથવા કોઈ ફી લેવામાં આવશે?

પ્રશ્ન 2 : શું તે મફત હશે અથવા કોઈ ફી લેવામાં આવશે?

વાલીઓ સામે બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે, બાળકોની રસી માટે કોઈ ફી લેવામાં આવશે કે, સરકાર મફત આપશે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે લાગુ કરવામાંઆવી રહેલી કોરોના રસીમાં બે પ્રકારના વિકલ્પો છે.

લોકો તેમને કેન્દ્રો પર મફતમાં અથવા ખાનગી હોસ્પિટલમાં પૈસા ચૂકવીને પણ મેળવી શકે છે. વિવિધ પ્રકારનીરસીઓની કિંમત અલગ અલગ હોય છે.

પ્રશ્ન 3 : શું આ રસી શાળાઓ કે કેન્દ્રોમાં ઉપલબ્ધ હશે?

પ્રશ્ન 3 : શું આ રસી શાળાઓ કે કેન્દ્રોમાં ઉપલબ્ધ હશે?

ત્રીજો પ્રશ્ન એ છે કે, રસી શાળાઓમાં લગાવવામાં આવશે કે, કોવિડ રસી કેન્દ્રો પર લગાવવામાં આવશે. કેન્દ્રો પર બાળકોને રસી અપાશે તો વડીલોની સાથે ઉભા રહેવુંપડશે.

જો શાળાઓમાં રસીની વ્યવસ્થા કરવામાં આવે તો વેક્સીનેશન પ્રક્રિયામાં સરળતા પડશે. જો કે, સરકારે આ અંગે હજૂ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી.

પ્રશ્ન 4 : રજિસ્ટ્રેશન કેવી રીતે થશે?

પ્રશ્ન 4 : રજિસ્ટ્રેશન કેવી રીતે થશે?

ચોથો પ્રશ્ન રજિસ્ટ્રેશનનો છે. હાલમાં સરકારની કોવિન એપ પર આ માટે સ્લોટ બૂક કરાવવો જરૂરી છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે કોઈ સ્લોટ બુકિંગ સુવિધાનથી. શું તે કોવિન એપ પર પણ બાળકો માટે ગોઠવવામાં આવશે? આ પ્રશ્ન હાલ મુખ્ય છે.

પ્રશ્ન 5 : કઈ રસી આપવામાં આવશે?

પ્રશ્ન 5 : કઈ રસી આપવામાં આવશે?

અત્યારે લોકોને મુખ્યત્વે કોવેક્સિન અને કોવિશિલ્ડના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં બાળકોને કઇ રસી આપવામાં આવશે તે પ્રશ્ન છે.

ડ્રગ્સ કંટ્રોલરજનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ શનિવારના રોજ ભારત બાયોટેકની કોવિડ 19 વિરોધી રસી કોવેક્સીનને અમુક શરતો સાથે 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરો માટેઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

English summary
Vaccination for children will begin, know the answer to your question.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X