For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ - વેક્સીનેશનથી જ કાબુમાં આવશે મહામારી પરંતુ મોદી સરકારને તેની પરવા નથી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ટ્વિટ દ્વારા નિશાન સાધી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાનો કહેર આખા દેશમાં ચાલુ છે જો કે મહામારીની ગતિમાં થોડી કમી તો આવી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર ટ્વિટ દ્વારા નિશાન સાધી રહ્યા છે. પોતાની લેટેસ્ટ અપડેટમાં તેમણે વેક્સીનેશન વિશે મોદી સરકારને ઘેરી છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે વેક્સીનેશન જ મહામારીને કાબુમાં કરવાની ચાવી છે પરંતુ લાગે છે કે ભારત સરકારને આની પરવા નથી. આ સાથે જ રાહુલ ગાંધીએ એક ગ્રાફ પણ શેર કર્યો છે જેમાં રસીકરણના દૈનિક આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ જે ગ્રાફ શેર કર્યો છે તે 1 એપ્રિલથી 20 મે સુધીનો છે.

rhaul gandhi

'PM તાળી-થાળી વગાડવાની ઘોષણા કરતા જ હશે'

જો કે આ કોઈ પહેલો મોકો નથી જ્યારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. આ પહેલા પણ તે ઘણી વાર આ રીતના ટ્વિટ કરી ચૂક્યા છે. તેમણે આ પહેલા પણ કહ્યુ હતુ કે, 'મોદી સિસ્ટમના કુશાસનના કારણે માત્ર ભારતમાં કોરોના સાથે સાથે બ્લેક ફંગસ મહામારી છે. વેક્સીનની કમી તો છે, આ નવી મહામારીની દાવામાં પણ ભારે કમી છે. આની સામે લડવા માટે PM તાળી-થાળી વગાડવાની ઘોષણા કરતા જ હશે.'

દેશમાં સુસ્ત પડી રહી છે કોરોનાની ગતિ

સોમવારે જારી આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,22,315 નવા કેસ સામે આવ્યા છે અને 4454 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ પૉઝિટિવ કેસોની સંખ્યા 2,67,52,447 પહોંચી ગઈ છે અને મોતનો આંકડો 3,03,720 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 3,02,544 લોકો હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પાછા આવ્યા છે. વળી, દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 27,20,716 થઈ ગઈ છે. વળી, ભારતમાં અત્યાર સુધી 1960,51,962 લોકોને વેક્સીન લગાવાઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 9,42,722 લોકોને કોરોનાની રસી લાગી છે.

English summary
Vaccination is the key to controll the pandemic but government of India doesn’t seem to care: Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X