For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેમણે બદલી દીધી દુનિયા...

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર આદર્શ વ્યક્તિત્વ જ નહિ પરંતુ ખૂબ જ નીડર અને સાહસિક હતા જેમણે આઝાદી પહેલા અને પછી પણ દેશને એક દોરીમાં પરોવી રાખવાની ભરપૂર કોશિશ કરી.

|
Google Oneindia Gujarati News

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર આદર્શ વ્યક્તિત્વ જ નહિ પરંતુ ખૂબ જ નીડર અને સાહસિક હતા જેમણે આઝાદી પહેલા અને પછી પણ દેશને એક દોરીમાં પરોવી રાખવાની ભરપૂર કોશિશ કરી. તેમનો જન્મ તો વલ્લભભાઈ પટેલના રૂપમાં થયો હતો પરંતુ પોતાના મહાન કાર્યોના કારણે તે હિંદુસ્તાનના સરદાર વલ્લભભાઈ પટેલ બની ગયા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં એક લેઉવા ગુર્જર ખેડૂત પરિવારમાં થયો હતો. ઝવેરભાઈ પટેલ અને લાડુબાદેવીના ચોથા સંતાન વલ્લભે લંડન જઈને બેરિસ્ટરનો અભ્યાસ કર્યો અને પાછા આવીને થોડા દિવસ અમદાવાદમાં પણ વકીલાત કરી પરંતુ તેમના દિલ અને દિમાગ પર મહાત્મા ગાંધીના વિચારોએ એવી અસર કરી હતી જેના કારણે તેમણે બધુ છોડીને સ્વતંત્રતા સંગ્રામને જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લીધુ.

આ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદીનું અમદાવાદમાં આગમનઆ પણ વાંચોઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદીનું અમદાવાદમાં આગમન

ખેડા સંઘર્ષ

ખેડા સંઘર્ષ

સ્વતંત્રતા આંદોલનમાં સરદાર પટેલનું સૌથી પહેલુ અને મોટુ યોગદાન ખેડા સંઘર્ષમાં હતુ. ગુજરાતના ખેડામાં તે દિવસે ભયંકર દુકાળ પડ્યો હતો. ખેડૂતોએ અંગ્રેજ સરકાર પાસે કરમાં છૂટની માંગણી કરી. જ્યારે તેનો સ્વીકાર કરવામાં ન આવ્યો ત્યારે સરદાર પટેલ, ગાંધીજી તેમજ અન્ય લોકોએ ખેડૂતોનું નેતૃત્વ કર્યુ અને તેમને કર ન આપવા માટે પ્રેરિત કર્યા. અંતમાં સરકાર ઝૂકી અને તે વર્ષે કરમાં રાહત આપવામાં આવી. આ સરદાર વલ્લભભાઈ પટેલની પહેલી સફળતા હતી.

વલ્લભભાઈ પટેલને ‘સરદાર'ની ઉપાધિ

વલ્લભભાઈ પટેલને ‘સરદાર'ની ઉપાધિ

બારડોલી સત્યાગ્રહ, ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વર્ષ 1928માં ગુજરાતમાં થયો હતો જેનુ નેતૃત્વ વલ્લભભાઈ પટેલે કર્યુ હતુ. તે સમયે સરકારે ખેડૂતોના કરમાં 30 ટકાનો વધારો કરી દીધો હતો. પટેલે આ કર વૃદ્ધિનો ખૂબ વિરોધ કર્યો. સરકારે આ સત્યાગ્રહ આંદોલનને કચડવા માટે આકરા પગલાં લીધા પરંતુ અંતમાં તેમને ખેડૂતોની માંગણીઓ માનવી પડી. આ સત્યાગ્રહ આંદોલન સફળ થયા બાદ ત્યાંની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર'ની ઉપાધિ આપી.

ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ

ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થઈ ચૂક્યો હતો પરંતુ આ વિશાળ દેશના બે ટૂકડા થઈ ચૂક્યા હતા. વહેંચણીના કારણે દેશના ઘણા ભાગોમાં નિરાશા અને આક્રોશ હતો જેને ઠારવાનું કામ વલ્લભભાઈ પટેલે કર્યુ અને તેમાં તે સફળ પણ રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ-પ્રધાનમંત્રી હતા. આઝાદી બાદ વિવિધ રજવાડામાં વહેંચાયેલા ભારતના ભૂ-રાજકીય એકત્રીકરણમાં તેમણે સફળતાપૂર્વક મહત્વની ભૂમિકા નિભાવી હતી અને આ કારણે તેમને ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ કહેવામાં આવે છે.

‘ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા

‘ભારત રત્ન'થી નવાજવામાં આવ્યા

15 ડિસેમ્બર, 1950ના રોજ શેર-એ-હિંદુસ્તાન સરદાર પટેલનું નિધન મુંબઈમાં થયુ અને ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સરદાર પટેલના નિધનના 41 વર્ષ બાદ 1991માં ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રીય સમ્માન ‘ભારત રત્ન'થી તેમને નવાજવામાં આવ્યા. આ એવોર્ડ તેમના પૌત્ર બિપિનભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ વિદેશી મીડિયાને સરદારની પ્રતિમા કેમ પસંદ નથી આવી રહી?આ પણ વાંચોઃ વિદેશી મીડિયાને સરદારની પ્રતિમા કેમ પસંદ નથી આવી રહી?

English summary
Vallabhbhai Jhaverbhai Patel (31 October 1875 – 15 December 1950), popularly known as Sardar Patel, was the first Deputy Prime Minister of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X