For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંદે ભારત એક્સપ્રેસમાં યાત્રીઓને સડેલું ખાવાનું પીરસ્યું, 5 સ્ટાર હોટલને દંડ

કાનપુરથી નવી દિલ્હી જઈ રહેલી દેશની સૌથી ઝડપથી ચાલતી ટ્રેન વંદે ભારત એક્પ્રેસમાં એગ્જીકયુટીવ ક્લાસના યાત્રીઓને બગડેલું ખાવાનું પરોસવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

કાનપુરથી નવી દિલ્હી જઈ રહેલી દેશની સૌથી ઝડપથી ચાલતી ટ્રેન વંદે ભારત એક્પ્રેસમાં એગ્જીકયુટીવ ક્લાસના યાત્રીઓને બગડેલું ખાવાનું પરોસવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે દિવસે ટ્રેનમાં વાસી ખાવાનું પરોસવામાં આવ્યું તે દિવસે તેમાં રાજ્યમંત્રી નિરંજન જ્યોતિ પણ યાત્રા કરી રહી હતી. આ કેસ સામે આવ્યા પછી કાનપુરની એક ફાઈવ સ્ટાર હોટલની તપાસ હાથ ધરવામાં આવી છે. વાસી ખાવાના વિશે આર્મીના એક કર્નલે ફરિયાદ કરી હતી. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે ફરિયાદ 9 જૂને મળી હતી.

ખાવાનામાંથી આવી રહી હતી દુર્ગંધ

ખાવાનામાંથી આવી રહી હતી દુર્ગંધ

આઈઆરસીટીસીના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ફરિયાદ પર કાર્યવાહી કરતા ટ્રેનમાં ભોજન ઉપલબ્ધ કરાવતી હોટલોને દંડિત કરવામાં આવી છે. જણાવી દઈએ કે , 9 જૂન રાત્રે લગભગ 8 વાગ્યે પેન્ટ્રી કારના કર્મચારી જમવાનું લાવ્યા તો પનીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. પેકેટ ખોલ્યું તો બધુ જ ખાવાનું વાસી લાગ્યું. રાઈસ પણ પેકેટમાં વાસી હતો. કોચ એટેન્ડેન્ટને પૂછ્યું તો કહ્યું કે જે ખાવાનું આવ્યું છે, તે જ આપવામાં આવ્યું છે. આ બાબતે સાધ્વી ઉઠી અને અન્ય યાત્રીઓ સાથે વાત કરી.

હોટલ પર 50,000 નો દંડ લગાવવામાં આવ્યો

હોટલ પર 50,000 નો દંડ લગાવવામાં આવ્યો

ખાવાનું ખરાબ હોવાથી સાધ્વી સહીત ઘણા યાત્રીઓએ ફરિયાદ નોંધાવી. આ દરમિયાન રેલવે સ્ટાફે જણાવ્યું કે ટ્રેનમાં રાતનું ખાવાનું કાનપુરના ફાઈવ સ્ટાર લેન્ડમાર્કમાંથી આવે છે. આ ઘટના સામે આવ્યા પછી રેલવેએ કડક પગલાં લેતા હોટલ લેન્ડમાર્કને 50,000 રૂપિયાનો દંડ કર્યો છે. સાથે તેમને સૂચનાઓ આપવામાં આવી છે કે તે ટ્રેન સુધી ખાવાનું પહોંચાડવા દરમિયાન ધ્યાન રાખે.

વંદે ભારત એક્સપ્રેસમાં બ્રાન્ડેડ ખાવાનું પીરસવામાં આવે છે

વંદે ભારત એક્સપ્રેસમાં બ્રાન્ડેડ ખાવાનું પીરસવામાં આવે છે

આઇઆરસીટીસી (નોર્થ) ના જનરલ મેનેજર, હોટેલના ભોજનની તૈયારી અને પેકેજિંગનું નિરીક્ષણ કરે છે. કુમારએ કહ્યું, \"તેમણે જોયું છે કે તેઓ બિન-એસી વાહનમાં ખોરાક લઇ જઈ રહ્યા છે, જેણે કારણે થઇ શકે છે કે આ સમસ્યા ઊભી થઇ હોય. વધુ ગરમીને લીધે વધુ ખરાબ થઈ ગયું હતું, પરંતુ તેને મંજૂરી આપી શકાતી નથી અને અમે સુધારણાત્મક પગલાં લઈશું. વંદે ભારત એક્સપ્રેસ એ પહેલી એવી એસી ટ્રેન છે જેમાં બહેતર કેટરિંગ સુવિધાઓ પ્રદાન કરવા માટે બ્રાન્ડેડ ખાવાનું પીરસવામાં આવે છે.

English summary
vande bharat express served a rotten dinner for the passengers, 5 star hotel penalty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X