વારાણસીમાં મોદીની રેલીને પરવાનગી નહીં

Google Oneindia Gujarati News

વારાણસી, 7 મે: હાલમાં દેશમાં ચૂંટણી મહોત્સવ ચાલી રહ્યો છે જે તેના છેલ્લા પડાવમાં છે. રોજે રોજ રાજકારણમાં કંઇકને કંઇક ઉથલપાથલ આવતી રહે છે. આજે એવા સમાચાર આવ્યા છે જેનાથી મોદી ચાહકોમાં ધક્કો લાગી શકે. આવતીકાલે 8 મેના રોજ નરેન્દ્ર મોદી વારાણસીમાં બે રેલીઓ કરવા જઇ રહ્યા હતા પરંતુ, તેમને તેની મંજૂરી અપાઇ નથી.

નરેન્દ્ર મોદી આવતી કાલે વારાણસીના અસ્સી ઘાટમાં પૂજા કરીને બે રેલીઓને સંબોધવાના હતા. પરંતુ પ્રશાસન દ્વારા તેમને તેની પરવાનગી અપાઇ નથી. પ્રશાસનને ખૂબ જ ભીડ હોવાના પગલે મોદીની સુરક્ષાનો હવાલો આપીને તેમની રેલીઓને મંજૂરી આપી નથી. આની સાથે જ વારાણસીમાં આવતીકાલે મોદીની રેલી થશે કે કેમ તેની પર સવાલની મહોર લાગી ગઇ છે.

આ મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટી શું કરશે તેના પર પ્રશ્નાર્થ છે. શું ભાજપ હવે વારાણસીમાં રેલી નહીં યોજે, શું તે ચુપચાપ ઉત્તરપ્રદેશ પ્રશાસનનો હુકમ માની લેશે, કે કોઇ અન્ય પ્રયત્નો કરશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતે વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. મોદીનું આ ચૂંટણી વિસ્તાર હોવાથી જો તેમને અહીં પ્રચાર ના કરવા દેવામાં આવે તો તેમને મોટું નુકસાન થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે વારાણસીમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરવા આવ્યા હતા, ત્યારે હજારોની ભીડે તેમનું ઐતિહાસિક સ્વાગત કર્યું હતું. જોકે તેના પગલે સામાન્ય જનવ્યવહાર પણ ખોરવાયો હતો. સુરક્ષા જવાનોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અત્રે એટલું અનુમાન લગાવી શકાય છે કે સત્તા દળ દ્વારા મોદીની રેલીને અટકાવીને તેમને વધુમાં વધું લોકો સુધી નહીં પહોંચવા દેવાનો પ્રયાસ પણ હોઇ શકે છે.

વારાણસીમાં પરવાનગી વગર કેવી રીતે કરશે મોદી પ્રચાર...

મોદીને વારાણસીમાં પરવાનગી નહી

મોદીને વારાણસીમાં પરવાનગી નહી

નરેન્દ્ર મોદી આવતી કાલે વારાણસીના અસ્સી ઘાટમાં પૂજા કરીને બે રેલીઓને સંબોધવાના હતા. પરંતુ પ્રશાસન દ્વારા તેમને તેની પરવાનગી અપાઇ નથી. પ્રશાસનને ખૂબ જ ભીડ હોવાના પગલે મોદીની સુરક્ષાનો હવાલો આપીને તેમની રેલીઓને મંજૂરી આપી નથી. આની સાથે જ વારાણસીમાં આવતીકાલે મોદીની રેલી થશે કે કેમ તેની પર સવાલની મહોર લાગી ગઇ છે.

મોદીને વારાણસીમાં થશે નુકસાન

મોદીને વારાણસીમાં થશે નુકસાન

મોદીને વારાણસીમાં પ્રચારની પરવાનગી નહીં મળતા તેમને મોટું નુકસાન થઇ શકે છે.

શું મોદી 3ડી સભા કરશે

શું મોદી 3ડી સભા કરશે

મોદીને વારાણસીમાં પ્રચારની પરવાનગી નહીં મળતા એ પ્રશ્ન ઉપજે છે કે તે કેવી રીતે કરશે પ્રચાર. જોકે નરેન્દ્ર મોદી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં માહેર છે તેથી બની શકે છે કે તેઓ વારાણસીમાં 3ડી સભા કરે.

મોબાઇલ દ્વારા લોકોને સંબોધે

મોબાઇલ દ્વારા લોકોને સંબોધે

મોદીએ મોબાઇલ દ્વારા લોકોને સંબોધવાનો પ્રયોગ પહેલા પણ ગુજરાતમાં કરી ચૂક્યા છે, શું તેઓ આ પ્રયોગ વારાણસીમાં પણ કરશે.

English summary
Varanasi denies permission for Modi's rally on May 8.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X