ત્રિકોણિયા જંગ માટે તૈયાર વારાણસી, મોદીની કિસ્મતનો થશે ફેંસલો
વારાણસી, 11 મે: ભગવાન શિવની નગર તરીકે ઓળખાતા આ શહેરના લગભગ 16 લાખ મતદારો સોમવારે લોકસભાની આ ચર્ચિત સીટ પર ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો કરશે જ્યાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ત્રિકોણીય મુકાબલાનો સામનો કરી રહ્યાં છે.
આ સીટ પર નરેન્દ્ર મોદીને પડકાર આપી રહેલા અરવિંદ કેજરીવાલનું કહેવું છે જો નરેન્દ્ર મોદી હારશે તો તે વડાપ્રધાન નહી બની શકે જ્યારે કોંગ્રેસના અજય રાયને 'સ્થાનિક વર્ષીસ બહારી' જંગમાં જીતનો વિશ્વાસ છે.
બીજી તરફ, ભાજપ આ સીટ પર નરેન્દ્ર મોદીની રેકોર્ડ જીત માટે આશ્વસ્ત છે કારણ કે વારાણસી સીટ બે દાયકાથી વધુ સમયથી ભાજપનો ગઢ માનવામાં આવી રહી છે. ભાજપના લોકોને લાગે છે કે 'મોદી લહેર' અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાથી નરેન્દ્ર મોદીની જીતનું વધુ વધી જશે.

જો કે વિડંબણા એ છે કે આ ચૂંટણી ચર્ચા પહેલાં સ્થનિક મુદ્દા સાઇડલાઇન છે અને ચૂંટણી મુકાબલાનો મુખ્ય મુદ્દો મોદી બની ગયો છે. સ્થાનિક લોકો બનારસની મુખ્યધારા ગંગા નદીમાં પ્રદુષણ સહિત કેટલીક રોજીંદી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. ભાજપે આ સીટને પ્રતિષ્ઠાની લડાઇ બનાવી લીધી છે અને અન્ય પક્ષ ફક્ત મોદીને હરાવવા માટે આ ચૂંટણી લડતા જોવા મળી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
