એવું સ્થળ જ્યાં સળગતી ચિતા વચ્ચે નૃત્ય કરે છે વેશ્યાઓ

આ કારણ છે કે દર વર્ષે ચૈત્ર નવરાત્રીએ દેહવ્યપાર સાથે જોડાયેલી મહિલાઓ અહીં આવીને મહેફિલ સજાવે છે. આ વખતે બુધવાર રાત્રે નગરવધુઓએ આખી રાત સળગતી ચિતાઓ વચ્ચે નૃત્ય કરી સાધના કરી જેથી આગામી જન્મે તેમને પોતાના શરીરનો સોદો ના કરવો પડે. કહેવામાં આવે છે કે અહીં ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.
સમાજમાં ખરાબ નજરનો સામનો કરનારી નગરવધુઓ પુણ્ય કમાવવા માટે દર વર્ષે અહીં આવે છે. મણિકર્ણિકાના સ્મશાન ઘાટમાં બનેલી મશાણ બાબા મંદિરમાં સાધના માટે વારાણસી ઉપરાંત ચંદૌલી, મિર્જાપુર અને મુંબઇ સહિત અનેક શહેરથી વેશ્યાઓ આવતી હતી. તેમણે સૌથી પહેલાં સ્મશાન નાથ બાબાનો શ્રુંગાર કર્યો. ત્યારબાદ સળગતી ચિતાઓ પાસે સજાવેલા મંચ પર આખી રાત નૃત્ય કર્યું.
નોંધનીય છે કે આ મંદિર 16મી શતાબ્દીમાં રાજા માન સિંહએ આ મશાણનાથ મંદિર બનાવ્યું હતું. ત્યાં એવી પરંપરા હતી કે જ્યારે પણ મંદિર બનાવવામાં આવતું ત્યારે ત્યાં ભજન કિર્તન કરવામાં આવતું હતું, પરંતુ અહીં સ્મશાન હોવાના કારણે કોઇ કલાકાર આવવા તૈયાર નહોતું અને ત્યારે રાજા તરફથી નગરવધુઓને નિમંત્રણ આપવામાં આવ્યું.
તેમણે રાજાના નિમંત્રણનો સ્વિકાર કરી લીધો. આખી રાત બાબાના દરબારમાં નૃત્ય કરતી રહી અને માનતા માંગતી રહી કે તેમને આગામી જન્મમાં સારી જિંદગી મળે અને દેહનો સોદો કરવો ના પડે.












Click it and Unblock the Notifications
