For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વસુંધરા રાજેએ તોડ્યુ મૌનઃ કોંગ્રેસમાં આંતરિક વિવાદની કિંમત ચૂકવી રહી છે જનતા

રાજકીય સંકટ પર મૌન વસુંધરા રાજેએ શનિવારે કોંગ્રેસમાં ચાલી રહેલ કલેશ વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાજસ્થાનમાં છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલ રાજકીય સંગ્રામ હવે અદાલતમાં પહોંચી ગયો છે. આ દરમિયાન સમગ્ર મામલે આજે પહેલી વાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા વસુંધરા રાજે સિંધિયાનુ નિવેદન સામે આવ્યુ છે. રાજકીય સંકટ પર મૌન વસુંધરા રાજેએ શનિવારે કોંગ્રેસમાં ચાલી રહેલ કલેશ વિશે એક મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ, આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થાનની જનતાને કોંગ્રેસના કલેશની કિંમત ચૂકવવી પડી રહી છે.

Vasundhara Raje

વસુંધરા રાજેએ પોતાના એક ટ્વિટમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહેલ ધારાસભ્યોને ખરીદવાના આરોપ પર પણ પલટવાર કર્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કહ્યુ કે કોંગ્રેસ પોતાના ઘરની લડાઈમાં ભાજપને ના ઢસડે, આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના આંતરિક કલેશની કિંમત ચૂકવવી પડી રહી છે. વસુંધરા રાજેએ પોતાના ટ્વિટ સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે અમુક પોઈન્ટ્સાં કોંગ્રેસ અને અશોક ગહેલોત સરકાર પર નિશાન સાધ્યુ છે.

વસુંધરા રાજેએ ટ્વિટમાં લખી આ વાતો...

  • એવા સમયમાં જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના કારણે 500થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ સંક્રમણના કારણે બિમાર લોકોની સંખ્યા 28500ને પાર પહોંચી ગઈ છે.
  • એવા સમયમાં જ્યારે ખેડૂતોની ખેતી પર તીડના હુમલા થઈ રહ્યા છે. એવા સમયમાં જ્યારે રાજ્યમાં મહિલાઓ સામે અત્યાચાર ચરમ પર છે.
  • એવા સમયમાં જ્યારે રાજ્યભરમાં વિજળીની સમસ્યા ચરમ પર છે અને આ તો માત્ર અમુક જ સમસ્યાઓ બતાવી રહી છુ.

વસુંધરા રાજેએ લખ્યુ, કોંગ્રેસ પાર્ટી, ભાજપ અને ભાજપ નેતૃત્વ પર દોષ લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકાર માટે માત્ર અને માત્ર જનતાનુ હિત જ સર્વોપરિ હોવુ જોઈએ, ક્યારેક તો જનતા વિશે વિચારો. તમને જણાવી દઈએ કે વસુંધરા રાજેએ પોતાના ટ્વિટમાં પોઈન્ટ્સ હિંદિ અને અંગ્રેજી બંને ભાષાઓમાં પોસ્ટ કર્યા છે.

કોંગ્રેસનો આરોપઃ પાયલટ અને વિદ્રોહી નેતાઓને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે ભાજપકોંગ્રેસનો આરોપઃ પાયલટ અને વિદ્રોહી નેતાઓને કર્ણાટક શિફ્ટ કરવા માંગે છે ભાજપ

English summary
Vasundhara Raje: The people of Rajasthan are paying the price of Congress Discord.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X