For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CJI દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિએ ફગાવ્યો

વૈંકેયા નાયડૂએ સીજેઆઇના દીપીક મિશ્રા વિરુદ્ધ લાગેલા મહાઅભિયોગનો પ્રસ્તાવ ફગાવ્યો. જાણો કયા ટેકનિકલ કારણોથી આ પ્ર્સ્તાવ ફગાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ દ્વારા ફગાવવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ.વૈંકેયા નાયડૂએ આ પ્રસ્તાવને ટેકનિકલ કારણોના આધારે ફગાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસની અધ્યક્ષતામાં 7 વિપક્ષી દળોના 71 સાંસદેએ હસ્તાક્ષર કરીને મોકલ્યો હતો. પણ તેમાં 7 તેવા સાંસદોના હસ્તાક્ષર છે જે નિવૃત્ત થઇ ગયા છે. આ ટેકનિકલ કારણના લીધે આ પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિની તરફથી 20 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ મહાભિયોગ રાજનીતિથી પ્રેરિત હતો. આદેશમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવ આપ્યા પછી પ્રેસવાર્તા કરવી અયોગ્ય છે.

naidu

આ સાથે જ સીજેઆઇ પર લાગેલા 5 આરોપને પણ તેમણે ફગાવ્યા હતા. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ સંદર્ભમાં કોઇ પુરાવા નથી આપવામાં આવ્યા. આ પ્રસ્તાવને ફગાવ્યા પછી કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે આ વાસ્તવમાં એક મહત્વપૂર્ણ મુદ્દો છે. અને અમને નથી ખબર કે આને કેમ ફગાવવામાં આવ્યો છે. જો કે આ મામલે હવે કોંગ્રેસ અને વિપક્ષી દળના કેટલાક નેતા કાનૂન વિશેષજ્ઞો સાથે વાત કરશે. અને તે પછી બીજા મહત્વના પગલા ઉઠાવશે.

બીજી તરફ વૈંકેયાએ પણ એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડી, સુભાષ કશ્યપ, પૂર્વ કાનૂન સચિવ પી કે મલ્હોત્રા, સંજય સિંહ અને રાજ્યસભાના અન્ય અધિકારીઓ સાથે વાત કરી. કોંગ્રેસના સુત્રોનું કહેવું છે કે આ મહાભિયોગને જો ના સ્વીકાર્યો તો તે સુપ્રીમ કોર્ટમાં જશે. નોંધનીય છે કે આ મામલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. સંવિધાન મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ દુર્વ્યવહાર કે અક્ષમતાના આધાર પર મહાભિયોગ લાવી શકાય છે. વિપક્ષની પાંચ મુદ્દા પર પોતાની માંગણી મૂકી હતી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ નોટિસ બદલાની ભાવનાથી પ્રેરિત હોય તેમ જણાવ્યું હતું.

English summary
Venkaiah Naidu rejects impeachment motion against cji Dipak Misra. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X