દિલ્હી ગેંગરેપ: બચાવ પક્ષનો આરોપ, શિંદેના દબાણમાં મોતની સજા!
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: દિલ્હી ગેંગરેપના ચારેય દોષીઓને આ સાકેત કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી છે. સાકેત કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને તમામ લોકોની હાજરીમાં યોગેશ ખન્નાએ ચારેય દોષીઓ પવન ગુપ્તા, મુકેશ સિંહ, વિનય શર્મા અને અક્ષય ઠાકુરને ફાંસીની સજા સંભળાવી. નિર્ભયાના માતા-પિતાએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને લોકોને સાથ આપવા માટે ધન્યવાદ આપ્યો. બચાવ પક્ષના વકિલે જાણકારી આપી કે કોર્ટે આ મામલાને રેયર ઓફ રેયરેસ્ટ ગણાવ્યો.
જ્યારે બચાવ પક્ષના વકિલ એ.પી. સિંહનું કહેવું છે કે કોર્ટે બધા જ પુરાવાને ગણકાર્યા નહીં, અને રાજનૈતિક દબાણમાં આવીને પોતાનો નિર્ણય આપ્યો. તેમનું કહેવું છે કે નિર્ણયની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરશે. તેમણે ગૃહમંત્રી સુશીલ શિંદેના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યો, જેમાં શિંદેએ ફાંસીની આશા વ્યક્ત કરી હતી.













Click it and Unblock the Notifications
