16 ડિસેમ્બબર ગેંગરેપઃ 25 જુલાઇ સુધી ચુકાદો ટળ્યો

delhi-gangerape
નવી દિલ્હી, 11 જુલાઇઃ16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા સામુહિક બળાત્કાર કેસમાં આજે પહેલો ચુકાદો આવવાનો હતો પરંતુ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા આજે ચુકાદો ટાળી દેવામાં આવ્યો છે અને હવે આ ચુકાદો 25 જુલાઇના રોજ આપવામાં આવશે.

25 તારીખ પહેલા કોઇપણ પ્રકાર આ કેસ અંગેની કોઇ માહિતી બહાર નહીં આવે, પહેલા એવા તારણ લગાવવામાં આવી રહ્યાં હતા કે, આજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા આ અંગે ચુકાદો આપવામાં આવશે અને સગીર આરોપીને દોષી જાહેર કરવામા આવશે. આ વચ્ચે મળતી માહિતી અનુસાર લૂંટફાટ કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે અને તેને સીલબંધ કરવામાં આવ્યો છે. તેમજ મીડિયાને જણાવવામાં આવ્યું છે કે, આ ચુકાદા અંગેની કોઇપણ માહિતી આપવામાં નહીં આવે અને જો મીડિયાને સજા અંગે બહારથી જે કઇ પણ સાંભળવા મળે તેને મીડિયા જાહેર કરી શકશે નહીં.

નોંધનીય છે કે, 16 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થયેલા સામુહિક બળાત્કાર કેસના છ આરોપીઓમાંના સગીર આરોપી પર આજે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પોતાનો ચુકાદો સંભળાવવાનો હતો. આ મામલે એક સગીરને આરોપી બનાવવામાં આવ્યો હતો, જેનો મામલો જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો હતો.

માર્ચમાં ચાર્જશીટ બાદ આ આરોપી વિરુદ્ધ મામલો શરૂ થઇ ગયો હતો અને થોડા દિવસ પહેલા બોર્ડે મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો. પોલીસે પોતાની તપાસ રિપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, પાંચ આરોપી ઉપરાંત આ સગીરે માત્ર યુવતી પર બળાત્કાર જ નહોતો કર્યો, પરંતુ તેણે તમામ આરોપી કરતા વધું હિંસકતા દર્શાવી હતી.

આ બધાની વચ્ચે બીજી તરફ સગીર આરોપીએ બોર્ડની સામે પોલીસ પર ફંસાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ તરફથી આ મામલે છ સાક્ષીઓને રજુ કરવામાં આવ્યા, જેમાં યુવતીનો મિત્ર પણ સામેલ છે. નોંધનીય છે કે, જે સમયે યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો, તે સમયે આ આરોપી સગીર હતો પરંતુ હવે તે પુખ્ત થઇ ગયો છે. આ બર્બર અપરાદ બાદ બળાત્કાર વિરોધી કાયદા પર વ્યાપક ચર્ચા થઇ હતી. આ મામલે પોલીસે આરોપીઓ પર સામુહિક બળાત્કાર, હત્યા, અપરાધિક ષડયંત્ર, અપ્રાકૃતિક યૌનાચાર તથા લૂંટફાટના આરોપ લગાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X