For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે દેશના આ 10 રાજ્યોમાં આવી શકે છે અતિ ભારે વરસાદ, IMDએ આપી ચેતવણી

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે દેશના ગુજરાત, કોંકણ, ગોવા, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. એટલુ જ નહિ દેશના બાકી બધા સ્થળોએ ચોમાસુ યથાવત રહેશે તથા પશ્ચિમી રાજસ્થાન અને તમિલનાડુના મોટાભાગના હિસ્સાઓમાં હવામાન શુષ્ક રહેશે.

દેશના 10 રાજ્યોમાં આવી શકે છે આંધી-તોફાન

દેશના 10 રાજ્યોમાં આવી શકે છે આંધી-તોફાન

વળી, દિલ્લી-એનસીઆરમાં શુક્રવારે આકાશમાં વાદલો છવાયેલા રહેવા સાથે હળવો વરસાદ થવાના અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે. તેના જણાવ્યા મુજબ દિલ્લી એનસીઆરનું મહત્તમ તાપમાન લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે. આઈએમડીએ જણાવ્યુ કે ગુરુવારે દિલ્લી-એનસીઆરના અમુક ભાગોમાં હળવો વરસાદ નોંધવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે અને વરસાદના તેમના આકલનમાં 9 ટકાનો વધારો થયો છે.

સ્કાઈમેટે આ કહ્યુ...

સ્કાઈમેટે આ કહ્યુ...

સ્કાઈમેટના જણાવ્યા મુજબ હાલમાં ચોમાસાની અક્ષીય રેખા પશ્ચિમી રાજસ્થાન, ઉત્તરી મધ્ય પ્રદેશ, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, જે દક્ષિણ પૂર્વ તરફ બંગાળની મધ્ય-પૂર્વી ખાડી સુધી ફેલાયેલી છે એટલા માટે આગામી 24 કલાક દરમિયાન કોંકણ-ગોવા, ઉત્તરી તટીય કર્ણાટક રાજસ્થાનન ઉત્તર-પશ્ચિમી અને દક્ષિણ-પૂર્વી ભાગો તથા એની સાથેના પંજાબ અને હરિયાણામાં ચોમાસુ સક્રિય રહેવાની આશા છે.

આ પણ વાંચોઃ NMC બિલના વિરોધમાં ડૉક્ટરોએ આગળ વધારી હડતાળ, દર્દીઓને મુશ્કેલી વધશેઆ પણ વાંચોઃ NMC બિલના વિરોધમાં ડૉક્ટરોએ આગળ વધારી હડતાળ, દર્દીઓને મુશ્કેલી વધશે

અહીં પણ વરસી શકે છે વાદળા

અહીં પણ વરસી શકે છે વાદળા

આ ઉપરાંત દિલ્લી, દક્ષિણ ગુજરાત, તટીય કર્ણાટક, તેલંગાના, અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ઉત્તરી અને ઉત્તર પૂર્વી મધ્ય પ્રદેશ, ઉત્તરી છત્તીસગઢ અને ઝારખંડના ભાગોમાં ચોમાસાની સ્થિતિમાં રહેવાની સંભાવના છે જ્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ થોડા કલાકોની અંદર યુપીના બુલંદશહર, મથુરા, ગ્રેટર નોઈડા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

English summary
Very Heavy Rain Expected in 10 States of India Today AND The national capital Delhi has been observing dry weather conditions for a few days said IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X