• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આગામી 24 કલાકમાં ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, અહીં રેડ એલર્ટ

|

આજે ગુજરાત, હિમાલયની આસપાસના વિસ્તારો, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, અસમ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જારી કર્યુ છે. રાજસ્થાનમાં પૂરના કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મદદ માટે સેનાને બોલાવવામાં આવી છે. પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત કાર્યોમાં મદદ માટે સેના પોતાની આઠ ટીમો તૈનાત કરી છે.

મધ્ય પ્રદેશના હાલ બેહાલ

મધ્ય પ્રદેશના હાલ બેહાલ

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 17 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગયા 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગે પાંચ જિલ્લાઓ હોશંગાબાદ, હરદા, રાયસેન, રાજગઢ અને સીહોર માટે રેડ એલર્ટ અને વિદિશા, ટીકમગઢ સાગર સહિત 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે.

મધ્ય પ્રદેશના ભારે વરસાદનું એલર્ટ

મધ્ય પ્રદેશના ભારે વરસાદનું એલર્ટ

આ રીતે આ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. મંગળવારે ભોપાલનુ લઘુત્તમ તાપમાન 23.1 ડિગ્રી સેલ્સિયસ, ઈન્દોરનુ 23, ગ્વાલિયરનું 24 અને જબલપુરનું લઘુત્તમ તાપમાન 25.2 સેલ્સિયસ નોંધવામાં આવ્યુ.

આ પણ વાંચોઃ પીએમ મોદીની યાત્રા દરમિયાન ફરજ પર તૈનાત પોલિસકર્મીએ ગોળી મારી કરી આત્મહત્યા

યુપીના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

યુપીના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

વળી, હવામાન વિભાગે યુપીના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે કન્નૌજ, લખીમપુર ખીરી, સીતાપુર, લખનઉ, રાયબરેલી, અમેઠી, સુલ્તાનપુર, બારાબંકી, ગોંડા, બહરાઈચ, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, સંત કબીર નગર, અયોધ્યા, બસ્તી, આંબેડકરનગર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

English summary
Very Heavy Rain Expected in 14 Cities in Madhya Pradesh in Next 24 Hours says The India Meteorological Department (IMD).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X