Alert: આગામી થોડા કલાકમાં દેશના આ 12 રાજ્યોમાં અતિ ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ બુલેટિનમાં આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ભારતીય હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ બુલેટિનમાં આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બિહાર અને આસામમાં સ્થિતિ ભયાનક હોવાની ચેતવણી જાહેર કરી છે. વિભાગનું કહેવુ છે કે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને ચંદીગઢમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવુ છે કે 19 જુલાઈ બાદ ઓડિશા અને છત્તીસગઢના અમુક ભાગોમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. વળી, આગામી 3-4 દિવસોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં ઓછો વરસાદ થવાનુ અનુમાન છે.

દિલ્લીમાં બદલાશે મોસમ
દિલ્લીમાં વરસાદના કારણે હવામાનમાં બદલાવ અનુભવવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ એનસીઆર વિસ્તારમાં આજે સારો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ શુક્રવારે દિલ્લીમાં સારો વરસાદ થઈ શકે છે ત્યારબાદ તાપમાનમાં ફરીથી વધારાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારે વરસાદનુ એલર્ટ
આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી પંજાબ, ઉત્તરી હરિયાણા, ચંદીગઢ, ઉત્તરી ઉત્તર પ્રદેશ, ઓડિશા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી એન્ડ કરાઈકલ, કોંકણ એન્ડ ગોવા, કોસ્ટલ આંધ્ર પ્રદેશ, અંડમાન એન્ડ નિકોબાર આઈલેન્ડ્સ અને દક્ષિણ કર્ણાટકમાં આજે ભારે વરસાદ થવાના અણસાર છે.

ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગનું અનુમાન છે કે શુક્રવારે પણ કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરી પંજાબ, ઉત્તરી હરિયાણા, ચંદીગઢ, ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી એન્ડ કરાઈકલ, કોંકણ એન્ડ ગોવા, કોસ્ટલ આંધ્રપ્રદેશ એન્ડ યનમ, અંડમાન નિકોબાર આઈલેન્ડ્સ અને દક્ષિણી કર્ણાટકમમાં ભારે વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
