For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીએચપીની ભારે ભરખમ માંગ સામે ઝૂક્યા નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 મે: ભાજપના સહયોગી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના અધ્યક્ષ અશોક સિંઘલે દેશના ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પાસે માંગ કરી છે શપથ ગ્રહણ સમારોહના દિવસે રામ મંદિર મુદ્દે સહિત ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવાની વાત પણ કહેવી પડશે. જોવાનું એ છે કે ભાજપ વિહિપની આશાઓ પર કેટલી ખરી ઉતરે છે.

વિહિપ જે અન્ય મુદ્દાઓનું સમાધાન ઇચ્છે છે તેમાં સમાન નાગરિક સંહિતા પણ સામેલ છે. તેની સાથે જ વિહિપ ઇચ્છે છે કે ''શાશ્વત સમગ્ર સંસ્કૃતિ''ની રક્ષા માટે તેની જરૂરી વાતોને શૈક્ષિક પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે. તેની સાથે જ વિહિપ ધર્માંતરણ પર કાયદાકીય પ્રતિબંધ ઇચ્છે છે.

ashok-singhal

વિહિપના આંતરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલે કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને જે પૂર્ણ બહૂમત મળ્યું છે તે ગાંધીજીના રામરાજ્ય અને સૂરાજના વિચાર અને સિદ્ધાંતોની સફળતા માટે છે. રામ મંદિર નિર્માણ વિશે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં અશોક સિંઘલે કહ્યું કે કેન્દ્રમાં એક મજબૂત સરકાર બનવાની સાથે જ તે (મંદિર) નિશ્વિતપણે 'મજબૂતી' સાથે બનશે.

તેના માટે સમયસીમા નક્કી કરવા માટે ભાર મૂકવા પર અશોક સિંઘલે કહ્યું કે અધીર હોવાની કોઇ જરૂરીયાત નથી. તેમણે દાવો કર્યો કે 'મંદિર વિકાસની શરૂઆત શ્રીરામ જન્મભૂમિ મંદિર તથા સરકાર દ્વારા પોતાના હાથમાં લેવામાં આવેલા હજારો મંદિરોની સ્વાયત્તતા સુનિશ્વિત કરીને થશે.' અશોક સિંઘલે કેટલાક અન્ય મુદ્દાઓને સૂચીબુદ્ધ કરી અને કહ્યું કે આ હિન્દુત્વ સાથે સંબંધિત છે અને જેના પર ભારતીય સંવિધાનના દાયરામાં કામ કરવામાં આવી શકે છે. પાકિસ્તાની વડાપ્રધાનમંત્રી નવાજ શરીફને શપથગ્રહણ માટે નિમંત્રણ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે આ ''ઔપચારિકતા'' છે જેના થવા દેવી જોઇએ.

English summary
Before taking the oath of Indian Prime Ministernad forming the Government on 26th May 2014 VHP's president Ashok Singhal demands for "Hindutva".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X