આંધ્ર પ્રદેશ: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 100 મીટર ઉંચા AIR FM સ્ટેશન ટાવરનું કર્યું ઉદ્ઘાટન
ભારતના ઉપરાષ્ટ્રપતિ, એમ. વેંકૈયા નાયડુએ આજે આંધ્ર પ્રદેશના SPS નેલ્લોર જિલ્લાના નેલ્લોરમાં ઓલ ઈન્ડિયા રેડિયો એફએમ સ્ટેશન ખાતે 10 કેડબલ્યુ ઓપરેશન માટે 100 મીટરના ટાવરનું ઉદ્ઘાટન કર્યું. તેમણે મીડિયાને નૈતિક પત્રકારત્વના મૂલ્યોનું પાલન કરવા અને સમાચારોના કવરેજમાં જવાબદાર બનવાનું આહ્વાન કર્યું છે.
AIR સ્ટુડિયોમાં પહોંચ્યા પછી તરત જ વેંકૈયા નાયડુએ જીવંત પ્રસારણ દ્વારા વિશેષ સંબોધન આપ્યું અને FM ટાવર નેલ્લોરના લોકોને સમર્પિત કર્યું. તેમણે ખુશી વ્યક્ત કરી કે તેઓ જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રી હતા ત્યારે તેમણે જે સ્ટેશનનો પાયો નાખ્યો હતો તે આજે કાર્યરત છે.
સભાને સંબોધતા વેંકૈયા નાયડુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહીમાં પ્રેસની સ્વતંત્રતા અનિવાર્ય છે. આ સંદર્ભમાં, તેમણે રાષ્ટ્રીય વિકાસમાં પ્રસારણ માધ્યમોની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ રેડિયોની લોકપ્રિયતા અને લોકોને વિવિધ મુદ્દાઓ પર શિક્ષિત કરવામાં તેનું મહત્વ નોંધ્યું હતું. તેમણે યાદ કર્યું કે કેવી રીતે રેડિયો ઘણા કલાકારોને ઓળખ અપાવવામાં તેમજ વિસ્તરણ સેવાઓને ખેડૂતોની નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે કૃષિ અને સહકાર, માર્કેટિંગ, ફૂડ પ્રોસેસિંગ મંત્રી કકાની ગોવર્ધન રેડ્ડી, સીઈઓ પ્રસાર ભારતી, શશિ શેખર વેમપતિ, ડીજી, ઓલ ઈન્ડિયા રેડિયો અને પીડીજી, ન્યૂઝ, એન. વેણુધર રેડ્ડી અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે હાજર હતા.
उपराष्ट्रपति एम. वेंकैया नायडू ने एआईआर एफएम नेल्लोर में 10 KW (ऑपरेशन) के लिए नवनिर्मित 100 मीटर टॉवर का उद्घाटन किया। @prasarbharati के सीईओ @shashidigital भी कार्यक्रम में शामिल हुए। @VPSecretariat pic.twitter.com/M4OwiXZpcA
— प्रसार भारती न्यूज सर्विसेज (@PBNS_Hindi) April 27, 2022