ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2017: સંસદ ભવનમાં મતદાન આજે

Posted By:
Subscribe to Oneindia News

દેશના નવા રાષ્ટ્રપતિ તો મળી ગયા છે પણ આજે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ માટે દિલ્હી ખાતે સંસદ ભવનમાં મતદાન થશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએ તરફથઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂ મેદાનમાં ઉતર્યા છે. જ્યારે યુપીએ તરફથઈ મહત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને ચૂંટણી લડવાના છે. આંકડાનું માનીએ તો એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડૂની જીત નક્કી માનવામાં આવે છે. ત્યારે સવારે 10 વાગે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી શરૂ થશે. જીતવા ભાજપને 488 મત આરામથી મળશે તેવું લાગે છે પણ દક્ષિણની પાર્ટીઓએ પણ વેંકૈયાનું સમર્થન કરતા તેમને 787 જેટલા વોટથી વધુ મળશે તેવી સંભાવના બનેલી છે.

Vice Presidential election

ઉલ્લેખનીય છે કે એઆઇએડીએમકે, ટીઆરએસ અને વાઇએસઆર કોંગ્રેસે પણ વેંકૈયા નાયડૂને સમર્થન આપ્યું છે. વળી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ પદની જેમ તમામ રાજ્યોમાંથી વિધાયકો વોટ નહીં નાખે ખાલી સાંસદમાં જ લોકો વોટિંગમાં ભાગ લેશે. એટલું જ નહીં કોંગ્રેસની અધ્યક્ષ સોનિયા ગાંધી પણ તે વાત સ્વીકારી ચૂકી છે કે તેમની પાસે જીતવા માટે પર્યાપ્ત વોટ નથી પણ તેમ છતાં તે પોતાની લડાઇ ચાલુ રાખશે અને પૂરી તૈયારી સાથે લડત આપશે.

English summary
Vice Presidential election 2017: Venkaiah Naidu vs Gopalkrishna Gandhi. Read here all the news regarding this.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.