Video: કોચિંગ ક્લાસમાંથી પાછી આવતી છાત્રાને યુવકે ધોળે દિવસે મારી ગોળી, CCTVમાં ઝડપાયો
બિહારની રાજધાની પટનામાં એક 16 વર્ષની યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
પટનાઃ બિહારમાં નીતિશ કુમારની નવી સરકાર બન્યા બાદ ગુનેગારો ફરી એક વખત બેલગામ બની રહ્યા છે. રાજધાની પટનામાં એક 16 વર્ષની યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મામલો બેઉર પોલિસ સ્ટેશન વિસ્તારના ઈન્દ્રપુરી વિસ્તારનો છે. યુવતી કોચિંગમાંથી અભ્યાસ કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં યુવકે તેને પાછળથી ગોળી મારી દીધી. યુવતીના ગળામાં ગોળી વાગી છે. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં કિશોરીની સારવાર ચાલી રહી છે. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનુ કહેવાય છે.

છાત્રાની ગરદનમાં ફસાઈ ગઈ ગોળી
આ ઘટના બુધવારે બની હતી. વિદ્યાર્થિની બેઉર પોલિસ સ્ટેશન વિસ્તારના સિપારા વિસ્તારમાં કોચિંગમાંથી અભ્યાસ કરીને ઘરે જઈ રહી હતી. ત્યારે પહેલાથી જ ઓચિંતા ઘૂસી ગયેલા યુવકે યુવતીને પાછળથી ગોળી મારી દીધી હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે ગોળી કિશોરીના ગળામાં ફસાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થિનીને તાકીદે નજીકના આવેલા ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરી હતી.

સીસીટીવી કેમેરામાં કેદ થઈ આખી ઘટના
વિદ્યાર્થીનીને ગોળી મારવાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટના બાદ પોલિસ પણ ઘણી મોડી પહોંચી હતી. આ અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલિસ હજુ સુધી આરોપીને પકડી શકી નથી. સીસીટીવીમાં આરોપી સ્પષ્ટ દેખાય છે. પોલિસના જણાવ્યા અનુસાર આ ઘટનાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે, તેને પ્રેમ પ્રકરણ સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.

તાબડતોબ ઘટનાઓથી હલ્યુ બિહાર
તમને જણાવી દઈએ કે આ પહેલા 10 ઓગસ્ટે બિહારમાં એક પત્રકારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 11 ઓગસ્ટના રોજ અન્ય એક પત્રકારની હત્યા કરવામાં આવી હતી અને બેતિયાના એક પૂજારીનુ ગળુ કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. 11 ઓગસ્ટના રોજ પટનામાં કારના શોરૂમમાં મોટી લૂંટ થઈ હતી અને તે જ દિવસે છપરામાં નકલી દારૂ પીવાથી 6 લોકોના મોત થયા હતા.
Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police
— ANI (@ANI) August 18, 2022
(Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1












Click it and Unblock the Notifications
