Video : રાજસ્થાનમાં ગરમીના કહેર વચ્ચે BSF જવાન રેતીમાં પાપડ શેકતો જોવા મળ્યો, જુઓ વીડિયો
આ દિવસોમાં ભારતના મોટાભાગના રાજ્યો ગરમીના પ્રકોપથી પરેશાન છે. ભારે ગરમી વચ્ચે રાજસ્થાનમાં પારો 47 ડીગ્રી સુધી પહોંચી ગયો છે.
આ ગરમી વચ્ચે તમે ક્યારેય વિચાર્યું છે કે જે સૈનિકો સરહદ પર આપણી રક્ષા માટે ઉભા હોય છે તેઓ આ ગરમી કેવી રીતે સહન કરે છે? સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો રાજસ્થાનના રણનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક સૈનિકના હાથમાં પાપડ છે. તે પાપડને રેતી પર મૂકે છે અને પછી તેને સારી રીતે ઢાંકી દે છે. પાપડને થોડો સમય રેતીથી ઢાંકી દેવામાં આવે છે. આ પછી જ્યારે યુવક પાપડ બહાર કાઢે છે, ત્યારે તે શેકાઈ જાય છે.
જ્યારે સૈનિક તે પાપડ તોડે છે ત્યારે તે ખૂબ જ સરળતાથી તૂટી જાય છે. હવે વિચારો કે રેતીમાં ગરમીને કારણે પાપડ આસાનીથી શેકાઈ જાય છે તેવી સ્થિતિમાં આપણા સૈનિકો આપણી સુરક્ષા માટે તૈનાત છે અને આપણી સુરક્ષા કરી રહ્યા છે.
VIDEO | A Border Security Force (BSF) jawan roasts 'papad' in the sand in #Bikaner, Rajasthan. Bikaner has been reeling under intense heatwave with temperatures touching 45 degrees Celsius.
— Press Trust of India (@PTI_News) May 22, 2024
(Source: @BSF_India) pic.twitter.com/DPOGHDJDVz
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વિડિયો શેર કરતાં તેણે લખ્યું કે, રાજસ્થાનના રણમાંથી આ વિડિયો જોઈને હું આપણા સૈનિકો પ્રત્યે અપાર સન્માન અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયો છું, જેઓ આવા અસાધારણ સંજોગોમાં અમને સુરક્ષિત રાખે છે.












Click it and Unblock the Notifications
