Video : સ્વાતિ માલિવાલ મારામારી કેસમાં વધુ એક વીડિયો સામે આવ્યો

આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ બીજેપી સાથે મળીને કેજરીવાલને ફસાવવા માટે મારપીટના ખોટા દાવા કરી રહી હોવાના અહેવાલો વચ્ચે હવે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

દિલ્હીના સીએમ આવાસ પર સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સીએમ આવાસનો છે. વીડિયોમાં જેમાં સ્વાતિ મહિલા ગાર્ડ સાથે બહાર નીકળતી જોવા મળી રહી છે.

swati maliwal cctv

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં આ વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સીએમ આવાસના સીસીટીવી કેમેરાના ફૂટેજનો છે, જે હવે જાહેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલા ગાર્ડ સ્વાતિ માલીવાલને સીએમ આવાસની બહાર લાવી રહી છે, આ દરમિયાન તે મહિલા સુરક્ષા ગાર્ડનો હાથ ઝાટકી રહી છે.

જણાવી દઈએ કે, સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલના સચિવ પર મારપીઠનો આરોપ લગાવ્યો છે. વિભવ કુમારે પણ આ મામલે સ્વાતિ માલિવાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો. એ વીડિયોમાં સ્વાતિ માલિવાલ સીએમ હાઉસમાં સિક્યોરિટી ગાર્ડ સાથે અભદ્ર ભાષામાં વાત કરતી જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X