For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ઓવૈસીનો પીએમ મોદી પર વાર, તમને બાંગ્લાદેશથી આટલો પ્રેમ કેમ છે?

ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન પાર્ટીના પ્રમુખ ઓવૈસીએ ઝારખંડ ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી છે અને તેમનો સતત પોતાના વિરોધીઓ પર વાર ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે, હાલમાં ચૂંટણી માટે બધી રાજકીય પાર્ટીઓએ કમર કસી લીધી છે. રાજ્યમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમીન પણ અહીં નસીબ અજમાવી રહી છે. પાર્ટીના પ્રમુખ ઓવૈસીએ ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી છે અને તેમનો સતત પોતાના વિરોધીઓ પર વાર ચાલુ છે.

‘તમને બાંગ્લાદેશથી પ્રેમ છે'

‘તમને બાંગ્લાદેશથી પ્રેમ છે'

આ ક્રમમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ સોમવારે ટ્વિટ કર્યુ કે ઝારખંડનો કોલસો, અદાણીના પૈસા, મોદીના ચહીતા અને વીજળી બાંગ્લાદેશને, ઝારખંડને નહિ, તમને બાંગ્લાદેશ સાથે આટલો પ્રેમ કેમ છે? તમને જણાવી દઈએ કે ઓવૈસીની પાર્ટીએ એલાન કર્યુ હતુ કે ઝારખંડમાં તેમની પાર્ટી 20 સીટો પર ચૂંટણી લડશે. એક ખાસ વાત તમને જણાવી દઈએ કે ઝારખંડ વિશે AIMIM કોઈ પણ પોસ્ટ કરે તો તેની સાથે AbBarabariKiBaatHogi (અબબરાબરકીબાતહોગી) નો ઉપયોગ કરી રહી છે.

ઝારખંડમાં પાંચ તબક્કામાં મતદાન

ઝારખંડની બધી 81 સીટો પર 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર વચ્ચે 5 તબક્કામાં મતદાન થશે. પરિણામો 23 ડિસેમ્બરે આવશે. ગઈ વખતે પણ રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન થયુ હતુ. 81 સભ્યોની વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2020ના રોજ ખતમ થઈ રહ્યો છે. રાજ્યમાં હજુ પણ ભાજપ અને આજસુ (ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન) ગઠબંધન સરકાર છે. બહુમત માટે 41 આંકડો જરૂરી છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 37 અને આજસૂને 5 સીટો મળી હતી. બાદમાં ઝારખંડ વિકાસ મોરચાના 6 ધારાસભ્યો ભાજપમાં શામેલ થઈ ગયા. અત્યારે ભાજપ પાસે 43 ધારાસભ્ય છે.

આ પણ વાંચોઃ પ્રેગ્નેન્સી દરમિયાન તણાવના કારણે બાળકના લિંગમાં ફેરફાર થઈ શકે છે: અભ્યાસ

81 વિધાનસભા સીટોમાંથી 67 નક્સલ પ્રભાવિત એરિયા

રાજ્યના 24 જિલ્લાઓમાંથી 19 નક્સલ પ્રભાવિત છે. આમાંથી 13 અતિ નક્લસ પ્રભાવિત છે એટલે કે 81 વિધાનસભા સીટોમાંથી 67 નક્સલ પ્રભાવિત એરિયા છે. શારીરિક રીતે અક્ષમ લોકોને પોસ્ટલ બેલટની સુવિધા આપવામાં આવશે. જરૂરી સેવાઓ અને વૃદ્ધોને પણ પોસ્ટલ બેલેટની સુવિધા મળશે. જ્યાં સુધી દિલ્લી ચૂંટણી આવશે ત્યાં સુધી બધી જરૂરી સેવાઓના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા આપશે.

English summary
Video: Asaduddin Owaisi slams Pm Modi, asked-why You have so much love with Bangladesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X