Video: ચંપલ માર્યા, લાતો મારી, વાળ ખેંચ્યા, આચાર્યને 2 શિક્ષિકાએ ધોઈ નાખી, જાણો શું હતો વિવાદ
બિહારની રાજધાની પટનાની એક શાળાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રીન્સીપાલ અને બે મહિલા શિક્ષકો એકબીજા સાથે લડતા જોવા મળે છે. શાળાની બારી બંધ કરવા બાબતે પ્રીન્સીપાલ અને બે શિક્ષિકા વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બાદમાં વિવાદમાં ફેરવાઈ ગઈ હતી.
બિહટા મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોને પહેલા વર્ગખંડની અંદર અને પછી મેદાનની બહાર મારપીટ કરતા જોઈ રહ્યા હતા. તેમાંથી કેટલાકે આ લડાઈને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક પક્ષ ક્લાસરૂમની બારીઓ બંધ કરવાની વિનંતી કરી રહ્યો છે અને બીજી પક્ષ તેનો ઇનકાર કરી રહ્યો છે. આચાર્ય કાંતિ કુમારી અને શિક્ષિકા અનિતા કુમારી વચ્ચે બારી બાબતે દલીલો શરૂ થઈ હતી.
તરત જ આચાર્ય કાંતિ કુમારી વર્ગમાંથી બહાર આવવા લાગે છે. શિક્ષક અનિતા હાથમાં ચપ્પલ લઈને તેની પાછળ દોડે છે અને તેને મારવા લાગે છે. અન્ય શિક્ષક તેમાં જોડાય છે અને બંને આચાર્ય કાંતિ કુમારીને જમીન પર પાડી દે છે. જ્યારે એક તેને ચપ્પલથી ફટકારે છે, જ્યારે બીજી લાકડીનો ઉપયોગ કરે છે.
વીડિયોના અંતે કેટલાક પુરુષો આવીને લડાઈ બંધ કરાવે છે. એનડીટીવીના જણાવ્યા મુજબ બ્લૉક એજ્યુકેશન ઓફિસર નરેશે જણાવ્યું કે સ્કૂલમાં બે શિક્ષકો વચ્ચે અંગત વિવાદ હતો જેના કારણે ઝઘડો થયો હતો. નરેશે કહ્યું કે આ મામલે અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બ્લૉક એજ્યુકેશન ઓફિસરે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના બિહટા મિડલ સ્કૂલમાં બની હતી. તેમણે કહ્યું છે કે કાર્યકારી આચાર્ય અને સહાયક શિક્ષક વચ્ચેના અંગત વિવાદને કારણે સમગ્ર ઘટના બની છે. આ સરકારી નિયમોનુ ઉલ્લંઘન છે. આ ઘટનામાં સામેલ બંને શિક્ષકોને સમજાવવા માટે બોલાવવામાં આવ્યા છે અને આ બાબતની જાણ અધિકારીઓને કરવામાં આવી છે. સત્તાવાર સૂચના મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
बिहार पटना बिहटा
— ऋषि रंजन 🇮🇳 (@rishiranja) May 25, 2023
महिला हेड मास्टर और शिक्षिका के बीच जमकर चले लात-घूसे: पटना में शिक्षा का मंदिर बना अखाड़ा, खेत में एक-दूसरे को पटककर पीटा।
पटना के बिहटा स्थित एक सरकारी स्कूल में महिला हेड मास्टर और शिक्षिका आपस में भिड़ गईं। इस दौरान दोनों के बीच जमकर लात-घूसे चले। आलम ऐसा था… pic.twitter.com/WhTTHZHLt3












Click it and Unblock the Notifications
