VIDEO : કપલને દરિયા કિનારે મસ્તી ભારે પડી, મોજા સાથે મહિલા દરિયામાં ગરકાવ
ઘણી વખત એવી ઘટનાઓ સામે આવે છે જ્યારે મજા સજા બની જાય છે. આવી જ એક ઘટના મુંબઈના દરિયા કિનારે સામે આવી છે. અહીં એક કપલને દરિયા કિનારે રોમાન્સ કરવો ભારે પડ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ દરિયા કિનારાના આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિનારે બેઠેલા એક કપલને અચાનક દરિયાના મોજાની થપાટ લાગે છે. અહેવાલો અનુસાર, 32 વર્ષીય જ્યોતિ સોનાર તેના પતિ અને ત્રણ બાળકો સાથે 9 જુલાઈના રોજ બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ ગઈ હતી. અહીં હવામાન થોડું ખરાબ હતું અને દરિયામાં જોરદાર મોજા ઉછળી રહ્યા હતા.

અહીં સલામતીની પરવા કર્યા વગર જ્યોતિ અને તેના પતિ પાણીની વચ્ચે ખડક પર બેસી ગયા અને બાળકો દુરથી વીડિયો બનાવી રહ્યા હતા. આ દરમિયાન એક જોરદાર લહેર આવી અને એક હસતો રમતો પરિવાર તુટી ગયો.
અહેવાલો અનુસાર, ઘણા લોકોએ આ લોકોને ત્યાં ન જવાની સલાહ આપી પરંતુ બન્ને ચેતવણીને અવગણીને નીચે ઉતર્યા. દરમિયાન પહેલા નાના મોજાએ બન્ને પલાળ્યા પરંતુ તેમ છત્તા બહાર ન આવ્યા. ત્યારપછી એક જોરદાર મોજુ આવ્યુ અને મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ.
અહેવાલો અનુસાર, આસપાસના લોકોએ મદદનો પ્રયાસ કર્યો પરંતુ મોડું થઈ ગયું. જ્યોતિ પાણીમાં ડૂબી ગઈ અને તેના પતિ મુકેશ સોનારનો જીવ બચી ગયો.
कम से कम बच्ची की आवाज़ सुन लेते. pic.twitter.com/YQaLgSgejR
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) July 15, 2023
મીડિયા સાથે વાત કરતા પતિ મુકેશે જણાવ્યું કેસ જ્યારે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું ત્યારે એક વ્યક્તિ આવ્યો અને તેને પકડી લીધો જ્યારે તે તેની પત્નીની સાડી પકડી શક્યો પરંતુ થોડા સમય પછી છૂટી ગઈ અને દરિયામાં ડૂબી ગઈ.
ઘટના બાદ ત્યાં હાજર લોકોએ પોલીસને જાણ કરી. જે બાદ પોલીસે ડાઇવર્સની મદદથી પત્નીનો મૃતદેહ બહાર કાઢ્યો.












Click it and Unblock the Notifications
