ચંદીગઢ યુનિવર્સિટીની 60 છોકરીઓનો સ્નાન કરતો વીડિયો વાયરલ, 8 વિદ્યાર્થિનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં એક વિદ્યાર્થીનીએ 60 છોકરીઓનો નહાતી વખતે વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં એક વિદ્યાર્થિનીએ 60 છોકરીઓનો નહાતી વખતે વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાત સામે આવ્યા બાદ ચંદીગઢ યુનિવર્સિટી, મોહાલીમાં 8 વિદ્યાર્થિનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી 2 યુવતીઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ અંગે ચંદીગઢ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓએ બપોરે 2.30 વાગ્યે હોબાળો મચાવ્યો હતો. યુવતીઓએ ન્યાય માટે નારા લગાવ્યા હતા. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી છે. ખરારમાં કેસ નોંધવામાં આવ્યો છે. યુવકને પકડવા માટે પોલીસની એક ટીમ શિમલા જવા રવાના થઈ ગઈ છે.

8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિનીએ 60 છોકરીઓનો નહાતી વખતે વીડિયો બનાવ્યો અને આ વીડિયો એક યુવકને મોકલ્યો હતો. યુવકે વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના પછી 8 વિદ્યાર્થિનીઓને ઘેરો આઘાત લાગ્યો હતો અને તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે પંજાબ મહિલા આયોગના અધ્યક્ષ મનીષા ગુલાટીએ કહ્યું કે, ટૂંક સમયમાં આ વીડિયો ઈન્ટરનેટ પરથી હટાવી દેવામાં આવશે. વિદ્યાર્થિનીઓએ સંયમ જાળવવો જોઇએ.

ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ પર પણ આરોપ

ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ પર પણ આરોપ

ઉલ્લેખનીય છે કે, આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થિનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આરોપ છે કે ચંદીગઢ યુનિવર્સિટી મેનેજમેન્ટ મામલાને દબાવવા માટે વિદ્યાર્થિનીઓ પર દબાણ કરી રહ્યું છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે, તેઓએ કોલેજ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી, પરંતુ કોલેજ મેનેજમેન્ટે આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નોંધનીય બાબત છે કે, વિદ્યાર્થિની લાંબા સમયથી અન્ય વિદ્યાર્થિનીઓને નહાતી હોવાનો વીડિયો બનાવી રહી હતી અને તેને શિમલાના એક યુવકને મોકલી રહી હતી. યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીઓએ સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો જોયો ત્યારે તેઓ દંગ રહી ગયા હતો.

આરોપી વિદ્યાર્થિનીએ પોતાની ભૂલ સ્વીકારી

આરોપી વિદ્યાર્થિનીએ પોતાની ભૂલ સ્વીકારી

ઉલ્લેખનીય છે કે, જ્યારે સાથી છોકરીઓએ આરોપી વિદ્યાર્થીને વીડિયો બનાવીને યુવકને મોકલવા વિશે પૂછ્યું તો તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. આરોપી વિદ્યાર્થિનીએ કહ્યું કે, હા તેણે નહાતી વખતે છોકરીઓનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

વિદ્યાર્થિનીઓએ હાથમાં મોબાઈલ ટોર્ચ લઈને સૂત્રોચ્ચાર કર્યા

વિદ્યાર્થિનીઓએ હાથમાં મોબાઈલ ટોર્ચ લઈને સૂત્રોચ્ચાર કર્યા

નોંધનીય છે કે, જ્યારે 8 છોકરીઓએ પોતાનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વિદ્યાર્થિનીઓએ ચંદીગઢ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હાથમાં મોબાઈલ ટોર્ચ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વીટ

અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે ટ્વીટ કર્યું હતું કે, ચંદીગઢ યુનિવર્સિટીમાં એક યુવતીએ અનેક વિદ્યાર્થિનીઓના વાંધાજનક વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો છે. આ ખૂબ જ ગંભીર અને શરમજનક છે. આ ગુનામાં શામેલ તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળશે. પીડિત યુવતીઓ હિંમત રાખે છે. અમે બધા તમારી સાથે છીએ. બધા ધીરજથી કામ લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X