Video: ગર્મીના કારણે ઘોડાને એવા ચક્કર આવ્યા કે કારમાં અટવાઇ ગયો
જયપુરમાં બની અજબ ઘટના ઘોડોને કાર વચ્ચે થયો એવો અકસ્માત કે ઘોડો કારમાં ભરાયો. જો કે બિચારા અબોલ પ્રાણીની સ્થાનિકોએ કરી મદદ. પણ ઘોડોના કારમાં ફસાયેલો આવો વીડિયો તમે નહીં જોયો હોય.
સમગ્ર ઉત્તર ભારતમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પહોંચવા જઇ રહ્યો છે. આવી ગરમીમાં ભલ ભલાનો પિત્તો જાય અને ભલ ભલાને લૂના માર્યા ચક્કર પણ આવી શકે. પણ આ ચક્કરના ચક્કરમાં એક ઘોડો એવો અટવાયો કે ઉલમાંથી ચૂલમાં પડ્યો. વાત જયપુરની છે જ્યાં ભડ ભડ બળતી ગરમીમાં ઘોડા અને કારની ટક્કર થઇ અને પછી તે ટકરાવમાં ઘોડો ખૂબ જ ખરાબ રીતે કારમાં ફસાઇ ગયો. જે પછી ઘોડાને બચાવવા માટે લોકો ભેગા થઇ ગયા. વળી આ ઘટનાનો એક વીડિયો પણ હાલ વાયરલ થયો છે. જેને જોઇને એક મિનિટ માટે તમે પણ વિચારમાં પડી જશો કે ઘોડો આવો તો કેવી રીતે અંદર કારમાં ફસાઇ ગયો?

ગત રવિવારે જયપુરમાં એક અજીબો ગરીબ અકસ્માત થયો. એક ગાડી અને ઘોડો વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘોડો કાચ તોડી કારની અંદર ઘૂસી ગયો. જો કે આ ઘટનામાં ઘોડા અને કાર ડ્રાઇવરને હળવી ઇજાઓ આવી છે. લોકોની મદદથી ઘોડોને બહાર નીકળવામાં આવ્યો હતો. મીડિયો રિપોર્ટ મુજબ ઘોડાવાળાએ ઘોડાને બાંધીને રાખ્યો હતો પણ ગરમીના કારણે ઘોડા લગામ છોડી ભાગી ગયો અને સામે આવી રહેલી કાર સાથે અથડાઇ ગયો. કાર સાથે અથડાતા જ તે કારના કાચને તોડી અંદર વીડિયોમાં દેખાય છે તેમ ફસાઇ ગયો. જો કે ખુશીને વાત તો એ છે કે 10 મિનિટ પછી ઘોડાને ગાડીની બહાર સહીસલામત રીતે નીકાળવામાં આવ્યો હતો. ત્યારે જુઓ આ વીડિયો....
#WATCH Horse broke into a car's windshield after collision between the two. Horse and car driver suffered injuries #Jaipur (04 June) pic.twitter.com/YxN2CBFw4s
— ANI (@ANI_news) June 5, 2017
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
