For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ટેક ઑફ કરતી વખતે પક્ષી સાથે ટકરાયુ જગુઆર, પાયલટની સૂઝબુઝથી બચ્યા જીવન

|
Google Oneindia Gujarati News

ગુરુવારે હરિયાણાના અંબાલા એરબેઝ પર એક મોટી દૂર્ઘટના એ સમયે ટળી ગઈ જ્યારે ભારતીય વાયુસેના (આઈએએફ)નું ફાઈટર જેટ જગુઆર ટેક ઑફ કરતા જ પક્ષીઓના ઝુંડ સાથે ટકરાઈ ગયુ. આ સમગ્ર ઘટનાનો વીડિયો આઈએએફ તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને સમજાઈ જશે કે કેવી રીતે પાયલટની સૂઝબુઝથી એક મોટી દૂર્ઘટના ટાળી શકાયો. ફાઈટર જેટનું એન્જિન ફેલ થઈ જવાના કારણે તેની ફ્યુઅલ ટેંક અને પ્રેકટિસ બોમ્બ પડે છે અને જોરદાર ધમાકો જોઈ શકાય છે. તેમછતાં પાયલટે તેની સુરક્ષિત લેંડીંગ કરાવી.

iaf jaguar

ટેક ઑફ કરતા જ ટકરાયુ પક્ષીઓનું ઝૂંડ

આઈએએફ તરફથી આ વીડિયો સાથે જ અધિકૃત નિવેદન પણ જાહેર કરવામાં આવ્યુ છે. એરફોર્સ તરફથી કહેવામાં આવ્યુ કે, 'ગુરુવારની સવારે એરફોર્સના જગુઆર એરક્રાફ્ટના બે અધિક ફ્યુઅલ ડ્રૉપ ટેક્સ અને કેરિયલ બોમ્બ લાઈટ સ્ટોર્સ (સીબીએલએસ) પૉડ્સથી લોડ કરવામાં આવ્યા હતા. આ એરક્રાફ્ટ અંબાલા એરફોર્સ સ્ટેશનથી એક ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભરી હતી. ટેક ઑફ કર્યાની અમુક મિનિટો બાદ જ પક્ષીઓના ઝુંડથી એરક્રાફ્ટનો આમનો-સામનો થયો.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે આના કારણે એરક્રાફ્ટનું એક એન્જિન ફેલ થઈ ગયુ.

પાયલટની પ્રશંસા

વાયુસેના મુજબ પાયલટની સામે ગંભીર પડકાર હતા પરંતુ તેમછતાં અમુક સેકન્ડ્સની અંદર સ્થિતિ માપીને તેણે બે ફ્યુઅલ ડ્રોપ ટેંક્સ અને સીબીએસએલ પૉડ્સને પાડી દીધી. ત્યારબાદ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન કરીને તેણે જેટની સુરક્ષિત લેન્ડીંગ કરાવી. વાયુસેનાએ પાયલટની પ્રશંસા કરીને કહ્યુ કે પાયલટે જે એક્શન લીધી તે આઈએએફના પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ હેઠળ હતુ જે સેનાની ટ્રેનિંગનો મહત્વનો ભાગ હોય છે.

આ પણ વાંચોઃ પૂનામાં મોટી દૂર્ઘટના, દિવાલ પડવાથી 17ના મોત, ઘણા લોકો ફસાયા, બચાવ કાર્ય ચાલુઆ પણ વાંચોઃ પૂનામાં મોટી દૂર્ઘટના, દિવાલ પડવાથી 17ના મોત, ઘણા લોકો ફસાયા, બચાવ કાર્ય ચાલુ

English summary
Video: Indian Air Force jet Jaguar flies into birds drops fuel tanks and practice bombs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X