For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીનામા પછી સિદ્ધુએ જાહેર કર્યો વીડિયો, કહ્યુ - હકની લડાઈ છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ..

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિદ્ધુએ આજે પહેલી વાર વીડિયો જાહેર કરીને પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

અમૃતસરઃ પંજાબમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટીમાં આંતરકલેશ તેજ થઈ રહ્યો છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યા બાદ નવજોત સિદ્ધુએ આજે પહેલી વાર વીડિયો જાહેર કરીને પ્રતિક્રિયા આપી છે. સિદ્ધુએ કહ્યુ છે કે હું સત્ય સાથે છુ... પોતાના હકની લડાઈ છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશે. સિદ્ધુએ એ પણ કહ્યુ કે મે પોતાના પાર્ટી હાઈ કમાન્ડને ન તો ગુમરાહ કર્યા અને ના થવા દઈશ. આ લોકો(વિરોધી જૂથ)ને લાવીને સિસ્ટમ ન બદલી શકાય. જે લોકોએ ડ્રગ તસ્કરોને સુરક્ષા કવચ આપ્યુ... તેમને પહેરેદાર ન બનાવી શકાય.

હવે હું અડીશ અને લડીશ

હવે હું અડીશ અને લડીશ

સિદ્ધુએ ત્યાં સુધી કહ્યુ, 'હવે હું અડીશ અને લડીશ. કોઈ જતુ હોય તો જાય. મારી 17 વર્ષની રાજકીય સફર એક હેતુ માટે રહી. પંજાબના લોકોની જિંદગીને વધુ સારી બનાવવી અને મુદ્દાઓની રાજનીતિ પર સ્ટેન્ડ લઈને ઉભુ રહેવુ એ જ મારો ધર્મ છે. મારે આજ સુધી કોઈની સાથે અંગત લડાઈ નથી રહી. ફરીથી કહી રહ્યો છુ કે હું ના તો હાઈ કમાન્ડને ના તો ગુમરાહ કરી શકુ છુ અને થવા દઈશ. ન્યાય માટે લડાઈ લડવા માટે પંજાબના લોકોનુ જીવન સુધારવા માટે કોઈ પણ વસ્તુની કુરબાની હું આપીશ. આના માટે મારે કંઈ વિચારવાની જરૂર નથી.'

તે પંજાબના સમજી નથી શક્યા

તે પંજાબના સમજી નથી શક્યા

પંજાબમાં ચાલી રહેલ આંતરકલેશ પર કોંગ્રેસ નેતા મનીષ તિવારીનુ પણ નિવેદન આવ્યુ છે. મનીષ તિવારીએ કહ્યુ, 'મને એ વાત કહેવામાં સહેજ પણ સંકોચ નથી કે જે લોકોને જવાબદારી આપવામાં આવી છે તે પંજાબને સમજી નથી શક્યા...ચૂંટણી એક પાસુ છે અને રાષ્ટ્રહિત બીજુ પાસુ છે. પંજાબમાં રાજકીય સ્થિરતા જાળવવાની જરૂર છે.'

નવા સીએમની ઈમરજન્સી બેઠક આજે

નવા સીએમની ઈમરજન્સી બેઠક આજે

સિદ્ધુના રાજીનામા બાદ પંજાબના સીએમ ચન્નીએ ઈમરજન્સી મીટિંગ બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠક સીએમ ચરણજીત ચન્નીએ બુધવારે સાંજે જ બોલાવી છે. આ બેઠકમાં બધા કેબિનેટ મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. રાજકીય જાણકારોનુ કહેવુ છે કે આમાં સિદ્ધુના રાજીનામાથી પેદા થયેલી સ્થિતિને લઈને ચર્ચા થશે. આ મીટિંગમાં એ પણ નક્કી થશે કે સિદ્ધુને મનાવવામાં આવશે કે નહિ. સિદ્ધુના રાજીનામાથી પેદા થયેલી સ્થિતિને લઈને પાર્ટી નેતાઓમાં ઘણા દિવસોથી વાતચીત પણ ચાલી રહી છે. ચન્ની નક્કી કરશે કે સિદ્ધુને મનાવે કે નહિ. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારે સિદ્ધુએ રાજીનામુ આપ્યુ ત્યારે સીએમ ચન્ની મોડી રાતે પંજાબ સચિવાલયમાં બેસી રહ્યા હતા. તેમણે મંત્રીઓ સાથે બેઠક પણ કરી. જો કે, તેમણે કહ્યુ હતુ કે સિદ્ધુ સાથે વાત કરીને તેમની નારાજગી વિશે માહિતી લેશે.

'કોંગ્રેસ ડ્રાઈવર વિનાની ગાડી બની ગઈ છે'

મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ પંજાબ કોંગ્રેસના સંકટ પર કટાક્ષ કરીને કહ્યુ કે હવે કોંગ્રેસ ડ્રાઈવર વિનાની ગાડી બની ગઈ છે અથવા જે ડ્રાઈવર બેઠો છે તે પોતે જ વિચારી નથી રહ્યો કે ગાડી ક્યાં લઈ જવાની છે. આ ક્રમમાં તેમણે કેપ્ટન અમરિંદર સિંહને જે રીતે અપમાનિત કર્યા, જે રીતે નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાાં આવ્યા.

English summary
Video: Navjot Singh Sidhu resignation, He says- i will fight for truth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X