VIDEO: કિરણ બેદીને દોહિત્રીએ કહ્યુ, ‘શરમ આવે છે તમને નાની કહેતા', લગાવ્યા ગંભીર આરોપ
સેલ્ફી વીડિયોમાં છોકરીએ આરોપ લગાવ્યો છે કે પુડ્ડુચેરીના રાજ્યપાલ અને પૂર્વ પોલિસ અધિકારી કિરણ બેદી પોતાની વગનો ઉપયોગ કરીને તેના પપ્પા અને તેમના દોસ્તોને હેરાન કરી રહી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 12-13 વર્ષની છોકરી પોતાને કિરણ બેદીની દોહિત્રી ગણાવી રહી છે. છોકરીએ પોતાનું નામ મેહર બારુછા બતાવ્યુ જે કિરણ બેદીની દીકરીની દીકરી છે. સેલ્ફી વીડિયોમાં છોકરીએ આરોપ લગાવ્યો છે કે પુડ્ડુચેરીના રાજ્યપાલ અને પૂર્વ પોલિસ અધિકારી કિરણ બેદી પોતાની વગનો ઉપયોગ કરીને તેના પપ્પા અને તેમના દોસ્તોને હેરાન કરી રહી છે. છોકરી કહી રહી છે, નાની અમે તમારી સાથે રહેવા નથી ઈચ્છતા, પછી તમે કેમ અમારી સાથે જબરદસ્તી કરી રહ્યા છો? વીડિયો ઘરમાં બનાવવામાં આવ્યો છે અને છોકરીએ પોતાના પિતાને પણ બતાવ્યા છે જે બીજા રૂમમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.

મા ચંપલોથી મારે છે પિતાને, થૂકે પણ છે
મેહરે જણાવ્યુ કે તેની મા (કિરણ બેદીની દીકરી) તેના પપ્પા (કિરણ બેદીના જમાઈ) ને ચંપલોથી મારે છે, તેમના પર થૂકે છે અને હિંસા પણ કરે છે. પોતાના પિતાને પ્રતાડિત કરાવાથી ત્રાસિ ગયેલી મેહર પોતાના પિતા પાસે રહેવા જતી રહી છે.
|
પિતા સાથે સુરક્ષિત છુ અને ખુશ પણ
વાસ્તવમાં કિરણ બેદીએ પોતાની દોહિત્રીના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો જેનો જવાબ આપવા માટે મેહરે વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોતાના સુરક્ષિત હોવાની માહિતી આપી અને જણાવ્યુ કે તે પોતાના પિતા સાથે સુરક્ષિત છે અને ખુશ છે.

વીડિયોમાં મેહરે કહ્યુ - પહેલા ક્યાં હતી કિરણ બેદી
વીડિયોમાં મેહરે એ પણ કહ્યુ કે તે પોતાના પિતા સાથે રહેવા ઈચ્છે છે. મેહરે વીડિયોમાં એ પણ કહ્યુ કે જ્યારે મા-બાપ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે કિરણ બેદી એમ કહીને છટકી ગયા હતા કે તે પતિ-પત્ની વચ્ચે આવવા નથી ઈચ્છતા પરંતુ હવે તે પોલિસનો ઉપયોગ કરીને તેના પિતા અને તેમના દોસ્તોને હેરાન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટ્વીટર પર આ વીડિયો સૌથી પહેલા દીપિકા ભારદ્વાજે પોસ્ટ કર્યો. દીપિકાએ પોતાને સ્વતંત્ર પત્રકાર અને ફિલ્મ મેકર બતાવી છે.

શું કહેવુ છે કિરણ બેદીનું આ અંગે
જ્યારે એક અંગ્રેજી વર્તમાનપત્રએ કિરણ બેદીની પ્રતિક્રિયા માંગી તો તેમણે કહ્યુ કે આ કેસ હવે બંધ થઈ ચૂક્યો છે. મને લાગે છે કે યુ ટ્યુબને પણ નોટિસ આપવામાં આવી છે અને બાળકીને પણ કહ્યુ છે કે તે પોતાના અકાઉન્ટ પરથી આ વીડિયો હટાવી લે. મે કોર્ટનો આદેશ જોયો નથી પરંતુ પોતાના વકીલને બતાવી દીધો છે. એટલે મારા રિએક્શનની કોઈ જરૂર નથી. કેસમાં બાળકી શામેલ છે એટલે આ વધુ ગંભીર બની જાય છે. મને ખબર નથી અત્યારે આના પર શું કમેન્ટ કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે કિરણ બેદીની દીકરીનું નામ સાઈના છે જેના લગ્ન એક લેખક સાથે થયા છે સાઈના સોશિયલ વર્કર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
