Video: કાશ્મીરમાં વિમાનની અંદર રાહુલ ગાંધી સામે રડવા લાગી મહિલા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા, પરંતુ એરપોર્ટથી જ પરત ફર્યા હતા.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા, પરંતુ એરપોર્ટથી જ પરત ફર્યા હતા. આ સમય દરમિયાન રાહુલ ગાંધી વિમાનમાં હતા ત્યારે જમ્મુ કાશ્મીરની મહિલાએ રડતાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધીની સાથે આ સમયગાળા દરમિયાન તમામ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા. જ્યારે આ નેતાઓ શ્રીનગરથી પાછા દિલ્હી જઇ રહ્યા હતા ત્યારે વિમાનની અંદરની મહિલાએ ખીણમાં પ્રતિબંધ હોવાને કારણે તેઓ કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે જણાવ્યું.

વીડિયોમાં મહિલાએ દર્દ વ્યક્ત કર્યું
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોંગ્રેસના પ્રવક્તા રાધિકા ખેડાએ ટ્વિટર પર શેર કર્યો છે, જેમાં તેમને લખ્યું છે કે કાશ્મીરની પીડા સાંભળો. વીડિયોમાં મહિલા, રાહુલ ગાંધીને કહે છે કે અમારા બાળકો ઘરની બહાર નીકળવામાં અસમર્થ છે. મારો ભાઈ હાર્ટ દર્દી છે, તે છેલ્લા 10 દિવસથી ડોક્ટર પાસે જઇ શક્યો નથી. વીડિયોમાં જોઇ શકાય છે કે રાહુલ ગાંધી વિમાનમાં સીટ પર બેઠા છે, તેની સાથે ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કેસી વેણુગોપાલ અને અન્ય નેતાઓ પણ હાજર છે.
|
એરપોર્ટની બહાર નહીં જવા દીધા
તમને જણાવી દઈએ કે, વિપક્ષના 12 નેતાઓ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ જમ્મુ-કાશ્મીરની જમીની પરિસ્થિતિ તપાસવા માટે કાશ્મીર પહોંચ્યા હતા, પરંતુ તેમને શનિવારે સાંજે જ શ્રીનગર એરપોર્ટની બહાર જવા દેવામાં આવ્યા ન હતા. વિમાન દ્વારા શનિવારે સાંજે તેમને દિલ્હી આવવું પડ્યું હતું. દિલ્હી પાછા આવ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે ખીણમાં સ્થિતિ સામાન્ય નથી. અમે કાશ્મીરની પરિસ્થિતિનો હિસાબ લેવા માંગતા હતા, પરંતુ અમને એરપોર્ટની બહાર મંજૂરી નહોતી. એટલું જ નહીં રાહુલે કહ્યું કે મીડિયા માણસો સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું.

બધા જ નેતાઓ પહોંચ્યા હતા
નોંધનીય છે કે 5 ઓગસ્ટ રોજ ખીણમાં આર્ટિકલ 370 દૂર કરવામાં આવી છે. ત્યારબાદથી, વિપક્ષ સતત ખીણની પરિસ્થિતિને લઈને સરકારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન બધા જ વિપક્ષી નેતાઓ ઘાટીમાં પહોંચ્યા હતા જેમાં ડી રાજા, સીતારામ યેચુરી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કેસી વેણુગોપાલ, શરદ યાદવ, દિનેશ ત્રિવેદી, તિરુચિ શિવા, મજીદ મેમણ, મનોજ ઝા, ડી કુપેન્દ્ર રેડ્ડી સહિતના તમામ વિપક્ષી નેતાઓનું પ્રતિનિધિમંડળ ખીણમાં પહોંચ્યું હતું.
આ પણ વાંચો: આ માટે પીએમ મોદીના સંકટમોચક હતા અરુણ જેટલી












Click it and Unblock the Notifications
