પાકિસ્તાની વીડિયો- અલ્લાહથી ડરો નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે
લખનઉ, 24 એપ્રિલ: નરેન્દ્ર મોદી વારાણસીથી ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યાં છે. એટલે કે આખા ભારતીય મીડિયાની નજર 117 સીટોના મતદાન કેન્દ્રોની સાથે-સાથે વારાણસી પર રહેશે. નરેન્દ્ર મોદીનો કાફલો ક્યારે નિકળ્યો, ક્યાં પહોંચ્યો, તેમની સાથે કોણ-કોણ છે...પળપળના સમાચારો પર ફક્ત ભારત નહી પરંતુ પાકિસ્તાનમાં પણ ચર્ચ ગરમ રહેવાની છે.
આ અકળામણ તે સમયે સામે આવી, જ્યારે પાકિસ્તાનના બુદ્ધિજીવી વર્ગે નરેન્દ્ર મોદીને આતંકવાદી ગણાવી દિધા. જી હાં યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યા પાકિસ્તાની ન્યૂઝ ચેનલના એક વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે કયા પ્રકારે પાકિસ્તાનના બુદ્ધિજીવી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ભડાશ કાઢી રહ્યાં છે.
તેમાં નરેન્દ્ર મોદી માટે કહેવામાં આવ્યું છે, ''પાકિસ્તાનની સરકાર અને જનતાને એ જોવાનું રહેશે કે મુલ્ક પર ભયાનક વાદળ આવવાના છે. કાબૂલથી માંડીને દિલ્હી સુધી એક કાવતરાની જાળ પાથરવામાં આવી છે. પાકિસ્તાનને તબાહ કરવા માટે. નરેન્દ્ર મોદી અને મુલ્લા ફજુલ્લામાં કોઇ ફરક નથી. એ પ્રમાણે જ જો પાકિસ્તાનની હુકુમત મુલ્લા ફજુલ્લાને સોંપવામાં આવે તો, મજબૂત ફૌજ અને તાકાતની સાથે તે શું કરી શકે છે તમે જાણો છો. એ પ્રમાણે જ જે દિવસે ભારતની કમાન નરેન્દ્ર મોદીના હાથમાં આવી જશે તો તે દિવસથી પાકિસ્તાનના પોતાના દિવસો ગણવાનું શરૂ કરી દેવું પડશે. ત્યારે પાકિસ્તાનની પાસે વધુ સમય હશે નહી એટલા માટે પાકિસ્તાનને અત્યારથી જ તાલિબાનની સાથે મજબૂત ગઠજોડ કરી લેવું જોઇએ.''

પાક મીડિયામાં મચેલી મોદી હલચલ પર વિદેશ નીતિઓને ટિપ્પણીકારો તથા સીડીએલ યુનિવર્સિર્ટી સિરસાના પ્રોફેસર વીરેન્દ્ર સિંહ ચૌહાણનું કહેવું છે કે પાક મીડિયા જ નહી પાક સરકાર પણ મોદીથી ડરેલી છે. તેનો સૌથી મોટો પુરાવો પાક સરકારનું ઓફિશિયલ સ્ટેટમેંટ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ આગામી સરકાર આવશે ભારતની તેની સાથે મધુર સંબંધ બનાવવાના પ્રયત્નો રહેશે.
વીરેન્દ્ર સિંહનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તો પોલિટિકલ વિલ મજબૂત થશે અને સેનાના બંધાયેલા હાથ ખુલી જશે. એવું નથી કે નરેન્દ્ર મોદી નાની વાતને લઇને પાકિસ્તાન વિરૂદ્ધ યુદ્ધ છેડી દેશે, પરંતુ દિલ્હીને મજબૂત કરવાનું કામ કરશે. પાકિસ્તાનમાં સૌથી વધુ ખળભળાટ મચેલ છે, કારણ કે મોદીના આવવાથી કાશ્મીરમાં અલગાવવાદનો વેપાર ખતરામાં પડી શકે છે. કાશ્મીરમાં જનતા વચ્ચે ફૂટ નાખવાનું કામ પાકિસ્તાન જ કરે છે અને જો એકવાર દિલ્હી મજબૂત થઇ જશે તો આ વેપાર બંધ થઇ જશે.












Click it and Unblock the Notifications
