Video : બીટિંગ રિટ્રીટ વખતે પાકિસ્તાની જવાન ધડામ દઇને પડ્યો
પાકિસ્તાન સેનાનો એક જવાન બીટિંગ રિટ્રીટ દરમિયાન પડી ગયો. જેના વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તમે પણ આ વીડિયો જુઓ અહીં.
વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ એક એવી વસ્તુ છે જેને પ્રત્યક્ષ જોનાર દરેક ભારતીયની છાતી ખુશીથી ફૂલી જાય છે. જ્યારે આપણને ભારતીય સેનાના જવાનોને જોઇને જોમ ચડે છે ત્યારે જ પાકિસ્તાની સૈનિકને જોઇને આપણને અકારણ રોષ ચઢે છે. ત્યારે હાલમાં બીટિંગ રિટ્રીટ વાધા બોર્ડર સિવાય અન્ય બોર્ડર પર પણ શરૂ કરવામાં આવી છે. તેવામાં રવિવારે પાકિસ્તાનની સૈનિક જોડે બીટિંગ રિટ્રીટ દરમિયાન કંઇક તેવું થયું જેને તે પાકિસ્તાની સૈનિક આજીવન નહીં ભૂલાવી શકે.

પંજાબના ફિરોજપુર સ્થિત હુસૈનીવાલા બોર્ડર પર બીંટિંગ રિટ્રીટ વખતે જોરથી પગ પછાડીને આવતો પાકિસ્તાની જવાન અચાનક જ આ દરમિયાન પડી ગયો. અને પછી તો ભારતીય દર્શકો તરફથી તેને જે હુર્રીઓ બોલી છે કે પુછો ના વાત. ઉલ્લેખનીય છે કે 16 જુલાઇના રોજ આ ઘટના બની હતી જે બાદ આ વીડિયો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. જો કે જવાન પડ્યા બાદ તરત જ ઊભો થઇને ચાલવા લાગે છે પણ તે એક ક્ષણે જ્યારે પાકિસ્તાની સૈનિક પડે છે તે જોવી લોકોને ખુબ જ ગમી રહી છે. ત્યારે તમે પણ જુઓ આ વીડિયો જેમાં ધડામ દઇને પાકિસ્તાનનો સૈનિક નીચે પડે છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
