Video : પાકિસ્તાની યુવતી સીમા હૈદરના બેડરૂમ વીડિયો વાયરલ, સોશિયલ મીડિયા પર યુઝર્સે હંગામો કર્યો
ચાર બાળકો સાથે ભાગીને નેપાળના રસ્તે ભારત પહોંચેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. પહેલા પોલીસ કાર્યવાહી અને ત્યારબાદ હવે તેનો સચિન સાથેના બેડરૂમ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
ગ્રેટર નોઈડામાં સચીન મીણા સાથે લગ્ન કર્યો હોવાનો દાવો કરનારી સીમા હૈદર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ જોવા મળી રહી છે. એક તરફ સીમાની ભારતીય નાગરિકતાને લઈને ઘણા સવાલ છે ત્યારે હવે તેના આ બેડરૂમ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયો ખુદ સીમાએ શેર કર્યો છે. એક વીડિયો શેર કરીને સીમાએ કહ્યું, કે આ વીડિયો ખાસ પાકિસ્તાનીઓ માટે છે. પાકિસ્તાનીઓ ગમે તેટલા આરોપ લગાવે પરંતુ તેની અને સચિન વચ્ચે કંઈ જ બદલાવાનું નથી.
વીડિયોમાં સીમાએ કહ્યું કે, જેવી ભારતની તપાસ એજન્સીઓ તેને ક્લીનચીટ આપશે તે હંમેશા તેના પતિ સચિન સાથે ભારતમાં હિન્દુ મહિલા બનીને રહેશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીમા અને સચિન એકબીજાની બાહોમાં જોવા મળી રહ્યા છે. કેટલાક વીડિયોમાં સીમા સચિનના વાળને પંપાળતી જોવા મળી રહી છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, સીમા હૈદરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત ફોલોઅર્સમાં વધારો થઈ રહ્યો છે. સીમા ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને રોજ વીડિયો શેર કરે છે. આમાંના મોટાભાગના વીડિયો સચિન સાથેના રોમેન્ટિક વીડિયો હોય છે.
સીમા પર જાસૂસ હોવાનો પણ આરોપ છે. આના જવાબમાં સીમાએ કહ્યું કે, એવું કંઈ નથી. આખરે સત્ય બહાર આવશે. જો તે સાચું હોત તો હું મારા માસૂમ બાળકો સાથે નહીં પણ એકલી ભારત આવી હોત.
બીજી તરફ સીમાની અંગ્રેજી વિશે સવાલ ઉઠ્યા તો સીમાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈપણ કરી શકે છે. હું અંગ્રેજીમાં ભાગ્યે જ થોડા શબ્દોનો ઉપયોગ કરી શકું છું અને હું કમ્પ્યુટરનો ઉપયોગ પણ કરી શકતી નથી.












Click it and Unblock the Notifications
