લંચ ટેબલ પર રાહુલ-તેજસ્વી-મીસા એકસાથે, ગપશપમાં પીએમનુ નામ, 'માછલીના હાડકા'વાળી મજાક...
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન હજુ બાકી છે. આ દરમિયાન, રાજકીય પક્ષોના અગ્રણીઓ સતત તેમના પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારનો ભાગ બની રહ્યા છે. આ વખતે મુકાબલો એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે છે.
મીસા ભારતી કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સાથે ટેબલ પર લંચ લેતા જોવા મળ્યા હતા, જેઓ ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે. લંચ દરમિયાન આ નેતાઓ પીએમ મોદી અને બીજેપીની સંભાવનાઓ પર વ્યંગ કરતા જોવા મળ્યા હતા.

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ ફરી એકવાર માંસાહારી ભોજનને લઈને ચર્ચામાં આવ્યા છે. આ અઠવાડિયે મંગળવારે તેજસ્વી યાદવનો તેમના પરિવાર સાથે લંચ કરવાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી પણ તેમની સાથે છે. રાહુલને અહીં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. વીડિયોના અંતમાં તેજસ્વીને એવું કહેતા સાંભળી શકાય છે કે રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં બે વાર મટન ખાધુ છે.
આ પહેલા લાલુ યાદવનો રાહુલ ગાંધીની હાજરીમાં મટન રાંધવાનો એક વીડિયો સામે આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વખતે પણ કંઈક આવું જ બન્યું, જ્યારે રાહુલ ગાંધી લાલુ પરિવાર સાથે લંચ કરી રહ્યા હતા. આ દરમિયાન આરજેડી અને કોંગ્રેસના નેતાઓ પણ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. વીડિયોમાં સાંભળી શકાય છે કે તેજસ્વી યાદવ રાહુલ ગાંધી સાથે લંચ કરતા કહે છે, "અરે સાહનીજી, શું તમારી માછલીના હાડકા મોદીજીના ગળામાં ફસાઈ ગયા છે?"
રાજકીય ચર્ચાની સાથે વધુ હાસ્ય અને મજાક પણ થઈ, જેના અંતે રાહુલ ગાંધીએ કહ્યું કે હવે તેમનો વારો છે અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા દરેક માટે રસોઈ બનાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે બિહારના પૂર્વ મંત્રી મુકેશ સાહનીનું નામ પણ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેજસ્વી યાદવ નવરાત્રિ પહેલા માછલી ખાવા માટે ચર્ચામાં હતા. વીડિયો X પર કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો હતો, "વીડિયો સૌજન્ય રાહુલ ગાંધી".
તમને જણાવી દઈએ કે નવરાત્રિ પહેલા શ્રી યાદવ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો જેમાં તેમને શ્રી સાહની સાથે માછલી ખાતા બતાવવામાં આવ્યા હતા, તેણે મોટો વિવાદ ઉભો કર્યો હતો.
બીજેપીની ટિપ્પણી પછી તેજસ્વીએ કહ્યું હતું કે, "અમે ભાજપ અને ગોદી મીડિયાના અનુયાયીઓનો આઈક્યૂ ચકાસવા માટે આ વીડિયો અપલોડ કર્યો હતો અને અમે અમારી વિચારસરણીમાં સાચા સાબિત થયા હતા. આનો અર્થ શું છે? બિચારા ગરીબ અંધ ભક્તો જાણે છે? છેલ્લે સાહનીજી મરચુ લાગવાની પણ વાત કરી છે.''
भारतीय जनता पार्टी को भारतीय जनता पस्त कर रही है। Video Courtesy- @RahulGandhi Ji pic.twitter.com/qenxaZIRvd
— Tejashwi Yadav (@yadavtejashwi) May 28, 2024












Click it and Unblock the Notifications
