Video : આવી રીતે તિહાર જેલમાં કરાઈ ટિલ્લુ તાજપુરિયાની હત્યા, CCTV વીડિયો સામે આવ્યો
ભારતની સૌથી સુરક્ષિત જેલોમાંની એક તિહાર જેલમાં પણ હત્યાઓ થવી એ સામાન્ય બાબત બની ગઈ છે. હાલમાં જ આ જેલમાં બંધ ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા કરી દેવાઈ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
તિહાર જેલના હાઈ સુરક્ષા વોર્ડમાં બંધ ગેંગસ્ટર તિલ્લુ તાજપુરિયાની 2 મે ના રોજ સવારે તિક્ષ્ણ હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. દુશ્મન ગોગી ગેંગે ટિલ્લુની હત્યા કરી હતી. હવે આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે.

અહેવાલો અનુસાર, ટિલ્લુની હત્યા કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યાનો બદલો લેવા કરાઈ હતી. ગોગી ગેંગના સભ્યો યોગેશ ટુંડા, દીપક તીતર, રાજેશ અને રિયાઝ ખાને ટિલ્લુના શરીર પર તીક્ષ્ણ હથિયારોથી લગભગ 100 જેટલા વાર કર્યા હતા. હત્યાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટિલ્લુને ઘેરીને એક પછી એક હુમલો કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં કેટલાક શખ્સો ટિલ્લુ તાજપુરિયાના માથા, પીઠ, ખભા અને ગરદન પર હુમલો કરી રહ્યા છે. હુમલા પહેલા આ શખ્સોએ તેને પકડ્યો અને સેલ બહાર ખેંચી લીધો. ત્યારબાદ હત્યા કરી દીધી.
પોલીસના જણાવ્યા અનુસાર, ગોગી ગેંગના હુમલાખોરો જેલના બીજા માળેથી નીચે ઉતર્યા હતા અનેતાજપુરિયા બંધ હતો ત્યાં પહોંચ્યા હતા. વીડિયોમાં બે હુમલાખોરો ચાદરની મદદથી ઉપરના માળેથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે.
तिहाड़ जेल में गैंगस्टर टिल्लू ताजपुरिया की हत्या का सीसीटीवी फुटेज। प्रतिद्वंद्वी गिरोह के सदस्यों ने 100 से अधिक बार चाकुओं से गोदा। #tillutajpuriya pic.twitter.com/rJWuV7z07z
— Rahul Ahir (@rahulahir) May 4, 2023
બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવાયુ છે કે, ટિલ્લુના શરીર પર ઈજાના 92 નિશાન હતા. હુમલામાં અન્ય એક કેદી રોહિત પણ ઘાયલ થયો છે. હાલ તે ખતરાની બહાર હોવાના અહેવાલ છે.
આ હુમલો 2021માં જીતેન્દ્ર ગોગીની હત્યાનો બદલો ગણાવવામાં આવી રહ્યો છે. તાજપુરિયા ગેંગના બે લોકોએ સપ્ટેમ્બર 2021માં દિલ્હીની રોહિણી કોર્ટમાં વકીલના સ્વાંગમાં આવીને ગોગીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ ઘટનાને લઈને તિહાર જેલની સુરક્ષા પર પણ ઘણા સવાલ થઈ રહ્યા છે. હાલમાં જ તિહાર જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી પ્રિન્સ તેવટિયાની હત્યા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
