For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાજ્યસભાના 8 સસ્પેન્ડ સાંસદોના સંસદમાં ધરણા, ગીત ગાતા દેખાયા ટીએમસી સાંસદ ડોલા સેન

સંસદ પરિસરમાં ટીએમસી સાંસદ ડોલા સેન ગીત ગાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં કૃષિ બિલો માટે સતત વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ રહ્યા છે. પરંતુ રવિવારે રાજ્યસભામાં પણ આ બિલો માટે જોરદાર હોબાળો થયો. વિપક્ષી નેતાઓએ બિલ પાસ કરવાનો વિરોધ કર્યો અને ટેબલ પર ચડીને નારેબાજી પણ કરી. આ હોબાળા બાદ સોમવારે 8 વિપક્ષી સાંસદોને સભાપતિ વેંકૈયા નાયડુએ સસ્પેન્ડ કરી દીધા. પરંતુ સસ્પેન્ડ થયેલા સાંસદો પોતાના ઘરે ન ગયા પરંતુ સંસદ પરિસરમાં જ ધરણા પર બેસી ગયા. અત્યાર સુધી આ સાંસદો ત્યાં ધરણા પર બેઠેલા છે. એક વીડિયો એએનઆઈએ ટ્વિટ કર્યો છે જેમાં ટીએમસી સાંસદ ડોલા સેન સંસદ પરિસરમમાં ગીત ગાઈ રહ્યા છે.

tmc mp

આ પહેલા રાજ્યસભાના ચેરમેન નાયડુએ રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશના વિરોધમાં લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને ફગાવી દીધી. નાયડુએ કહ્યુ કે આ પ્રસ્તાવ યોગ્ય રૂપમાં નથી અને ના તેને લાવવા માટે 14 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી છે. વિપક્ષના સભ્યોનુ કહેવુ છે કે કૃષિ સુધાર સાથે જોડાયેલ બે બિલોને જે રીતે પાસ કરવામાં આવ્યા તે યોગ્ય નથી.

આના વિરોધમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા અમુક સાંસદોએ રવિવારે સંસદમાં ભારે હોબાળો કર્યો. વિપક્ષના સભ્યઆ બિલો પર વોટિંગ કરાવવાની માંગ કરી રહ્યા હતા અને જ્યારે તેમની માંગ પૂરી ના થઈ તો તે કાગળો ફાડવા લાગ્યા. ટેબલ પર ચડીને સૂત્રોચ્ચા કરવા લાગ્યા અને એ વખતે સંસદની કાર્યવાહી સંચાલિત કરી રહેલ ઉપસભાપતિ હરિવંશ ઉપર કથિત રીતે રુલ બુક ફેંકી દીધી.

રાજ્યસભાના આઠ સાંસદોના સસ્પેન્ડ કરવા પર વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યુ છે. વળી, સસ્પેન્ડ કરાયેલ આઠ સભ્યો સંસદ પરિસરમાં ધરણા પર બેસી ગયા. ધરણા સ્થળ પર આ સાંસદો પોતાની સાથે તકિયા અને ચાદર લઈને આવ્યા. ત્યારબાદ તેમણે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. સંસદ પરિસરમાં આ સસ્પેન્ડ સાંસદ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા છે. આ સાંસદોનુ કહેવુ છે કે 'તે ઝૂકશે નહિ.'

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ રાખશે એક દિવસનો ઉપવાસરાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ રાખશે એક દિવસનો ઉપવાસ

English summary
Trinamool Congress MP Dola Sen among 8 suspended mps sings a song in the Parliament premises.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X