For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો વાયરલ: બકરી ઈદ પહેલા બકરાઓને બિયર પીવડાવવામાં આવી રહી

બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બકરીઓની ખરીદી અને વેચાણની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં બકરીઓની ખરીદી અને વેચાણની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બજારોમાં એક કરતા એક સુંદર બકરાઓ લાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ બકરાઓને બીયર પીવડાવતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો મેરઠના લિસાદી ગેટનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ત્રણ લોકો ઘરની છત પર બકરાઓને બોટલથી દારૂ પીવડાવી રહ્યા છે.

Goats fed beer

વીડિયો શેર કરીને કાર્યવાહી કરવાની માંગ કરી

વીડિયો વાયરલ કરનાર શખ્સે લખ્યું કે, હું શાહપીર ગેટનો રહેવાસી છું. કેટલાક લોકો બકરી ઈદ પર લાવેલા બકરાને બિયર પીવડાવી રહ્યા છે. વીડિયો શેર કર્યો, જેમાં ત્રણ લોકો ઘરની છત પર કેટલાક બકરા લઈને ઉભા હતા અને તેઓ આ બકરાઓને બિયર પીવડાવી રહ્યા હતા. આ દરમિયાન, એક યુવાનની નજર કેમેરા પર પડી જાય છે, ત્યારબાદ તે બકરાને બીયર પીવડાવવાનું બંધ કરે છે. વીડિયો વાયરલ કરતી વખતે યુવકે આ લોકો પર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Goats fed beer

વધારે પૈસા કમાવવા માટે બકરાઓ પર અત્યાચાર

આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે બકરી ઈદ પર જેની કુરબાની આપવામાં આવે છે તે બકરાઓને આવી રીતે બિયર અને બાકીની વસ્તુઓ આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે બકરી ઈદ પર વધારે જાડા દેખાતા બકરાની કિંમત વધારે હોય છે. વજન વધારવા અને તેને મોટા અને તાજા દેખાડવા માટે કેટલાક લોકો તેમને બિયર પીવડાવી દે છે. મોટી કિંમત માટે બકરાના મોઢામાં પાઇપ લગાવીને તેમાં પાણી ભરી દેવામાં આવે છે.

English summary
video viral: Goats fed beer before bakrid
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X