Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

VIDEO: સેનાના જવાનને પગે લાગતી મહિલાએ માનવતાનો સંદેશ આપ્યો

મહારાષ્ટ્રમાં પૂરને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં પૂરને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ અને સેના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવામાં રોકાયેલા છે. વરસાદથી મહારાષ્ટ્રના સાંગલી ક્ષેત્રમાં સૌથી વધુ અસર જોવા મળી છે. તે દરમિયાન સાંગલી જિલ્લાનો એક ખૂબ જ ભાવનાત્મક વીડિયો સામે આવ્યો છે.

લોકો આપત્તિમાં દેવદૂત બનીને આવેલી સેનાને ભગવાનને સમાન દરજ્જો આપી રહ્યા છે

લોકો આપત્તિમાં દેવદૂત બનીને આવેલી સેનાને ભગવાનને સમાન દરજ્જો આપી રહ્યા છે

સેના અને એનડીઆરપીએફની ટીમો સાંગલીમાં ફસાયેલા લોકોને મદદ માટે તમામ પ્રયાસો કરી રહી છે અને બચાવ ટીમ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની સાંગલીના લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ આપત્તિમાં, લોકો દેવદૂત બનીને આવેલા સૈન્યને ભગવાનને સમાન દરજ્જો આપી રહ્યા છે. સામે આવેલા આ વીડિયોમાં મહિલાના બચાવ માટે આવેલા જવાનને મહિલા પગે લગતી જોવા મળી રહી છે. આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

બોટમાં બેઠેલી મહિલાએ ભગવાનનું નામ લેતાં એક સેનાના જવાનને પગે લાગી

બોટમાં બેઠેલી મહિલાએ ભગવાનનું નામ લેતાં એક સેનાના જવાનને પગે લાગી

આ વીડિયોમાં એક મહિલા સાડી અને જાંબલી સ્વેટર પહેરેલી જોવા મળી છે અને તેના હાથમાં એક સામાન ભરેલી પોલિથીન છે. આ મહિલા રાહતની બોટમાં બેઠેલી છે જે લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી હતી.બોટમાં બેઠેલી મહિલા, ભગવાનનું નામ લેતા સેનાના જવાનને પગે લાગી હતી અને પછી બોટના બીજા ખૂણા પર ઉભેલા સેનાના બીજા અધિકારીને પણ પગે લાગે છ. ત્યારબાદ અધિકારી મહિલાને આવું કરતા રોકે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

વીડિયોના અંતે, તે બધાનો આભાર માનતી જોવા મળે છે. આ જ વીડિયોને પત્રકાર નીરજ રાજપૂતે ટ્વિટર પર શેર કર્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકો તેને સંસ્કાર ગણાવી રહ્યા છે તો કેટલાક સેનાની પ્રશંસા કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X