Video: કેજરીવાલ નહીં સમજ્યા, તો ગોળી મારી દઇશું: હિંદુ મહાસભા
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: દિલ્હીમાં 70 બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેના બાદ એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા જેમાં કેજરીવાલની ટીમને બહુમતી મળતી બતાવવામાં આવી છે. જેને લઇને ભાજપની ચિંતામાં વધારો થયો છે. કેજરીવાલની વિરુદ્ધ ચૂંટણી લડનારા હિંદુ મહાસભાના સ્વામી ઓમજીનું એક વિવાદીત નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે. યૂટ્યૂબ પર જારી એક ઇંટરવ્યૂમાં સ્વામીએ જણાવ્યું કે કેજરીવાલ સમજ્યા નહીં તો ગોળી મારી દઇશું.
ઇંટરવ્યૂમાં સ્વામીએ જણાવ્યું કે 'હું પરશુરામનો વંશજ છું, કોઇ ઘંટડી વગાડનાર સાધુ નહીં. દેશદ્રોહિયોને હું ગોળી મારું છું, અમે મહાત્મા ગાંધીને ગોળી મારી હતી. હિંદુ મહાસભા અમારી પાર્ટી છે, નાથૂરામ ગોડસે અમારી પાર્ટીના હતા અને કેમકે મહાત્મા ગાંધીએ દેશના ભાગલા કર્યા એટલા માટે મહાત્મા ગાંધીને પણ અમે ગોળી મારી દીધી. આવનારા સમયમાં જે પણ દેશની વિરુદ્ધ કામ કરશે તેને પહેલા પ્રેમથી સમજાવીશું, જેમ કેજરીવાલને સમજાવી રહ્યા છીએ. નહીં સમજે તો તેને પણ ગોળી મારી દઇશું.'હવે રસપ્રદ વાત એ છે કે સ્વામી ઓમજી ખુદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાવે છે. તેમણે જણાવ્યું કે 'અમે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છીએ, જેથી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના વોટ કાપીને ભાજપની નુપુર શર્માને જીતાડી શકે.' તેમને આસારામના સમર્થક અને હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ સહિત લગભગ 18 લાખ લોકોનું સમર્થન છે.
વીડિયોમાં ભાજપની ટોપી પહેરેલી દેખાતા ઓમજી ભગવા દળને પોતાની પાર્ટી બતાવી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે 2004થી 2014 સુધી તેમણે મોદીને વડાપ્રધાન બનાવવા માટે કામ કર્યું છે. મોદી સાથે તેમની નિકટતાને સાબિત કરવા માટે તેમણે એક કિસ્સો પણ સંભળાવ્યો. તેમણે જણાવ્યું કે 'ગોવામાં જ્યારે ભાજપનું મહાઅધિવેશન ચાલી રહ્યું હતું, ત્યારે મોદીએ મને ફોન કર્યો અને કહ્યું કે અડવાણીજી મને પ્રચાર સમિતિના અધ્યક્ષ નથી બનવા દેતા, આપ કંઇક કરો. ત્યારે મેં એમને જણાવ્યું હતું કે એક કલાક બાદ આપ કોઇ પણ ન્યૂઝ ચેનલ જોઇ લેજો.'
વીડિયોમાં જુઓ સ્વામી ઓમજીએ શું શું બોલી ગયા....