Video : પત્નીએ પતિને સિગારેટથી ડામ દીધા અને પ્રાઈવેટ પાર્ટ કાપવાની કોશિશ કરી, વીડિયો વાયરલ
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલાની તેના પતિ સાથે દરીંદગી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પત્ની તેના પતિ પર નિર્દયતાથી અત્યાચાર કરી રહી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના બિજનૌરનો હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે પત્નીનું કોઈ અન્ય સાથે અફેર હતું, જ્યારે પતિએ તેનો વિરોધ કર્યો તો પત્નીએ તેને ટોર્ચર કરવાનું શરૂ કર્યું.
મહિલાએ તેને ઘણી વખત સિગારેટથી ડામ આપ્યા અને માર માર્યો. જ્યારે આ ત્રાસનો અંત આવ્યો ત્યારે પતિએ લોકોને તેની વાર્તા કહેવા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા. આ પછી જે કંઈ થયું તે લોકોની સામે છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પત્ની પહેલા તેના પતિના હાથ દુપટ્ટા વડે બાંધે છે, પછી તેની છાતી પર ચઢીને તેને ટોર્ચર કરે છે. આ દરમિયાન પત્ની ગુટખા ખાતી જોઈ શકાય છે. આ પછી તે હાથમાં છરી લઈને પતિના પ્રાઈવેટ પાર્ટને કાપવાનો પ્રયાસ કરે છે.
बिजनौर में महिला ने अपने पति को नशीला दूध पिलाकर बेहोश कर दिया। फिर दोनों हाथ बांध दिए। सीने पर चढ़कर उसको पीटा। सिगरेट से कई जगह दागा। चाकू से प्राइवेट पार्ट काटने की कोशिश की। पत्नी मेहर जहां अरेस्ट है।
— Baby Yadav (@Officer165578) May 7, 2024
ऐसी हराम औरत मर क्यों नहीं जाती
pic.twitter.com/ADGvdXXsZJ
આ સમય દરમિયાન તે પોતાના માટે સિગારેટ સળગાવે છે અને પછી તે સિગારેટથી તેના પતિને ડામ આપવાનો પ્રયાસ કરે છે. પતિના શરીર પર ઈજાના ઘણા નિશાન જોવા મળ્યા છે.
વીડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી અને આરોપી પત્નીની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે વીડિયો અને પૂછપરછના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
