For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

vidisha news : ભાજપ નેતાએ પત્ની અને બે પુત્ર સાથે વખ ઘોળ્યું, DMD જવાબદાર

vidisha news : વિદિશા માં ભરતીય જનતા પાર્ટીના એક નેતાએ તેના પરિવારના અન્ય 3 સભ્યો સાથે ઝેર પી લીધું હતું. જે કારણે ચારેય લોકોના મોત થયા હતા. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

|
Google Oneindia Gujarati News

vidisha news : મધ્ય પ્રદેશના વિદિશામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વિદિશામાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ તેની પત્ની અને બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતાએ તેની પત્ની સાથે ઝેર ખાઇ લીધું હતું, જે કારણે ચારેયના મોત નિપજ્યું હતું.

end his

વિદિશાના આ ભાજપ નેતાનું નામ સંજીવ મિશ્રા હતું. તેઓ તેમના બે પુત્રોના અસાધ્ય રોગને કારણે પરેશાન હતા. આ કારણોસર, ગુરુવારના રોજ સાંજે તેમણે પોતે તેની પત્ની અને બે પુત્રો સાથે કથિત રીતે સલ્ફાનું સેવન કર્યું હતું. આ પછી આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

બાળકોની માંદગીના કારણે કરી આત્મહત્યા

ભાજપના વિદિશા મંડળના પ્રમુખ સુરેન્દ્ર સિંહ ચૌહાણે જણાવ્યું કે, વિદિશાના બંટી નગર વિસ્તારમાં રહેતા સંજીવ મિશ્રા ભાજપ વિદિશા નગર મંડળના ઉપાધ્યક્ષ હતા. તેઓ ભાજપના પૂર્વ કાઉન્સિલર પણ હતા. સંજીવ મિશ્રાએ ગુરુવારની સાંજે લગભગ 6 કલાકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ભગવાન આ ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (ડીએમડી) રોગ દુશ્મનના બાળકોને પણ ન આપે.

હોસ્પિટલમાં પરિવારના ચારેય સભ્યોના મોત

આ પોસ્ટ જોયા બાદ સંજીવ મિશ્રાના પરિચિતો તેના ઘરે પહોંચ્યા અને 45 વર્ષીય સંજીવ, તેની પત્ની નીલમ મિશ્રા અને બે પુત્રો અનમોલ અને સાર્થક બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ બધાને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં પરિવારના ચારેય સભ્યોના મૃત્યુ થયા હતા.

સુસાઈડ નોટમાં લખી આ વાત

આ સાથે વિદિશાના ડીએમ ઉમાશંકર ભાર્ગવે કહ્યું કે, સંજીવ મિશ્રાના બંને પુત્રોને ડીએમડી નામની આનુવંશિક બિમારી હતી, તેનો કોઈ ઈલાજ નથી. તેમણે એ પણ જણાવ્યું કે, સ્થળ પરથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં સંજીવ મિશ્રાએ લખ્યું છે કે, તે પોતાના બાળકોને બચાવી શકતો નથી, આ કારણે તે હવે જીવવા માંગતો નથી. એડિશનલ એસપી સમીર યાદવે જણાવ્યું કે, પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

રોગ શું છે ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી?

અત્રે નોંધનીય છે કે, ડ્યુચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી (ડીએમડી) સ્નાયુની નબળાઈ સાથે સંકળાયેલી આનુવંશિક અને ગંભીર રોગ છે. ડીએમડી મુખ્યત્વે છોકરાઓમાં જોવા મળે છે.

English summary
vidisha news : BJP leader end his with his wife and two sons due to DMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X