For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kargil Diwas : લગ્નના 20 દિવસ બાદ જ કારગિલ યુદ્ધ માટે રવાના થયા યોગેન્દ્રસિંહ યાદવ

આજે આખું ભારત કારગિલ વિજયની 22મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 1999માં આજના જ દિવસે ભારતના બહાદુર જવાનોએ કારગિલના શિખરોથી પાકિસ્તાનના સૈનિકોને હાંકી કાઢીને ત્રિરંગો લહેરાવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 જુલાઈ : આજે આખું ભારત કારગિલ વિજયની 22મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 1999માં આજના જ દિવસે ભારતના બહાદુર જવાનોએ કારગિલના શિખરોથી પાકિસ્તાનના સૈનિકોને હાંકી કાઢીને ત્રિરંગો લહેરાવ્યો હતો. "કાં તો તમે યુદ્ધમાં બલિદાન આપીને સ્વર્ગને પ્રાપ્ત કરશો અથવા વિજય મેળવીને તમે પૃથ્વીના રાજ્યનો યશ ભોગવશે." ગીતાના આ શ્લોકને પ્રેરણા તરીકે લઇને ચાલતા ભારતના યોદ્ધાઓએ દુશ્મનને કારગિલ યુદ્ધમાં પીછેહટ કરવા મજબુર કર્યા હતા.

Yogendra Singh Yadav

યોગેન્દ્રસિંહ યાદવને અપાયો પરમ વીર ચક્ર

આ યુદ્ધ બાદ ચાર બહાદુર જવાનોને ભારતના સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. જેમાં લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે, ગ્રેનેડીયર યોગેન્દ્રસિંહ યાદવ, રાઇફલમેન સંજય કુમાર અને કેપ્ટન વિક્રમ બત્રાનો સમાવેશ થાય છે.

યોગેન્દ્રસિંહ યાદવ નવી દુલ્હનને છોડીને યુદ્ધમાં જોડાયા હતા

યોગેન્દ્રસિંહ યાદવ જ્યારે સોની ટીવીના પ્રખ્યાત શો 'કૌન બનેગા કરોડપતિ સીઝન 12'ના ગ્રાન્ડ ફિનાલમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા, ત્યારે તેમના મોઢેથી કારગિલ યુદ્ધની સ્ટોરી સાંભળીને બધાના રૂવાંડા બેઠા થઇ ગયા હતા. યોગેન્દ્રસિંહ યાદવે કહ્યું હતું કે, લગ્ન થયાના માત્ર 20 દિવસ પછી તેમને પોતાની નવી દુલ્હનને છોડીને કારગિલ યુદ્ધ માટે રવાના થઈ ગયા હતા. કારણ કે, તે સમયે તેમને પોતાની ભારત માતાનું રક્ષણ કરવાનું હતું.

Yogendra Singh Yadav

પાંચ રૂપિયાના સિક્કાને કારણે જીવ બચ્યો

યોગેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, જ્યારે તેમને ટાઇગર હિલ ડ્રેસ સેક્ટરમાં ભારતીય સૈન્ય સાથે લડી રહ્યો હતા, ત્યારે બંને બાજુ આતંકવાદીઓના બંકર હતા. શત્રુઓએ અમારા પર ગ્રેનેડ ફેંકી રહ્યા હતા. મારા ઉપર પણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું, પણ ગોળી ઉપરના છાતીના ખિસ્સામાં રાખેલા પર્સમાં પાંચ રૂપિયાના સિક્કા વાગી હતી અને જેથી હું બચી ગયો હતો.

Yogendra Singh Yadav

દુશ્મનો પર ફેંક્યો હેન્ડ ગ્રેનેડ

જે બાદ મે મારી પાસે પડેલા હેન્ડ ગ્રેનેડમાંથી પિન કાઢીને દુશ્મનો પર ફેંકી દીધો હતો, જે કારણે પાકિસ્તાની સૈનિકોમાં ગભરાટ પેદા થયો હતો. જે બાદ મે એક હાથે રાઇફલ ઉપાડીને 4-5 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા. જે બાદ હું ઢળી પડ્યો હતો. જે બાદ મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો, મારા આખા શરીરે પાટા બાંધ્યા હતા, ભાગ્યે જ શરીરનો કોઈ ભાગ બાકી હતો, જ્યાં કોઈ ફ્રેક્ચર ન હોય.

Yogendra Singh Yadav

19 વર્ષની ઉંમરમાં મળ્યો 'પરમ વીર ચક્ર'

હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મને કહેવામાં આવ્યું કે, અમે જીતી ગયા છે. યોગેન્દ્રસિંહ યાદવે કહ્યું કે, તે સમયે મને લાગ્યું કે હું ખરેખર જીવું છું. ઉલ્લેખીય છે કે, ગ્રેનેડિયર યાદવ, જેમણે 19 વર્ષની ઉંમરે પરમ વીર ચક્ર મેળવ્યો હતો, આ સન્માન મેળવનારા સૌથી નાની વયના સૈનિક છે.

English summary
Today the whole of India is celebrating the 22nd anniversary of the victory over Kargil. On this day in 1999, the brave sons of India hoisted the tricolor by driving the Pakistani army from the peaks of Kargil. "Either you will attain heaven by sacrificing in the war or you will enjoy the kingdom of the earth by getting victory." Taking this verse of Gita as inspiration, the knights of India had forced the enemy to pull back in the Kargil war.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X