For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંકો મને ચોર સાબિત કરવા માટે કામ કરી રહી છે: વિજય માલ્યા

દેશની ઘણી બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકો પર પ્રહાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશની ઘણી બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકો પર પ્રહાર કર્યો છે. વિજય માલ્યાએ આરોપ લગાવ્યો છે કે તેને ચોર સાબિત કરવા માટે કેટલા બધા પ્રત્યનો કરવામાં આવી રહ્યા છે. એવું સાબિત કરવાંની કોશિશ કરવામાં આવી રહી છે કે હું બેંકોના પૈસા લઈને ભાગી ગયો છું. બેન્કોએ મારી પાસેથી ઘણી વધારે રિકવરી કરી છે, મારા સેટલમેન્ટમાં આ બધી જ જાણકારી છે. બેંક ગમે તે કહે પરંતુ તે ખોટું જ હશે, મારી સાથે આવો જ વર્તાવ કરવામાં આવ્યો છે.

Vijay Mallya

આપને જણાવી દઈએ કે વિજય માલ્યા વિશે ઇડીએ ગઈ કાલે જાણકારી આપી હતી કે વિજય માલ્યા ની યુનાઇટેડ બ્રુઅરીઝ હોલ્ડિંગ લિમિટેડના શેર વેચીને 1008 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યારપછી વિજય માલ્યા ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે મને હજુ પણ ચોર જણાવવાની કોસિસ થઇ રહી છે. પરંતુ હકીકત છે કે તમે ગમે તે કહેશો પરંતુ તમને જ ખોટા ગણાવવામાં આવશે. ઇડીએ વિજય માલ્યા સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસ મામલે તેના શેર જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, પીએમ બેંકોને કેમ નથી કહેતા કે મારી પાસેથી પૈસા લઈ લે

આપને જણાવી દઈએ કે આ પહેલા મેહુલ ચોક્સીએ પણ પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે બેન્ક મને ખોટી રીતે ફસાવી રહી છે. તેને કહ્યું હતું કે પંજાબ નેશનલ બેંક જાણીજોઈને તેના વિરુદ્ધ ખોટો કેસ તૈયાર કરી રહી છે. તેને કહ્યું કે પીએનબી ઘોટાળા મામલે જે પણ કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે, તેમાંથી એક પણ કંપનીમાં તેની ભાગીદારી નથી. તેઓ વર્ષ 2000 દરમિયાન તે બધી જ કંપનીમાંથી અલગ થઇ ચુક્યા છે. મેહુલ ચોક્સીના વકીલ ઘ્વારા આપવામાં આવેલા નિવેદનમાં તેને જણાવ્યું કે મેહુલ ચોક્સીના જે ઠેકાણે છાપા મારવામાં આવ્યા છે. તે જુના દસ્તાવેજોને આધારે કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જેટ એરવેઝને બચાવવા માટે બેંકોની મદદ પર ભડક્યા વિજય માલ્યા, કહી મોટી વાત

English summary
Vijay Mallya hits back on banks says they are trying to prove me a thief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X