For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટ એરવેઝને બચાવવા માટે બેંકોની મદદ પર ભડક્યા વિજય માલ્યા, કહી મોટી વાત

જેટ એરવેઝને બચાવવા માટે બેંકોની મદદ પર ભડક્યા માલ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોમવારે કેન્દ્ર સરકારે નાદાર થઈ રહેલ જેટ એરવેઝને લઈ ઘોષણા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરલાઈનને બચાવવા માટે બેંક 1500 કરોડ રૂપિયા આપશે. ભારતીય બેંકોના પૈસા લઈ વિદેશ ભાગી જનાર વેપારી વિજય માલ્યા આ ઘોષણાથી ગુસ્સે થઈ ગયા. તેમણે ખરાબ સમયે સાથ ન આપવા બદલ મોદી સરકાર પર પ્રહાર કર્યો. કેટલાય અલગ-અલગ ટ્વીટમાં માલ્યાએ જણાવ્યું કે કિંગફિશરને બચાવવા માટે તેમના રોકાણને નજરઅંદાજ કરી વારંવાર કોઈપણ વાત વિના તેમની આલોચના કરવામાં આવી રહી છે. આ એજ પીએસયૂ બેંક છે જેમણે શ્રેષ્ઠ કર્મચારીઓવાળી સૌથી સારી એરલાઈનને ડૂબવા દીધી. તેમણે કેન્દ્રની રાજગ સરકારને ડબલ સ્ટેન્ડર્ડ કરાર આપી છે.

શું બોલ્યા વિજય માલ્યા

જેટ એરવેઝની મદદ કરવાની વાત પર કપાયમાન વિજય માલ્યાએ ટ્વીટ કર્યું કે ભાજપ પ્રવક્તાએ પીએમ મનમોહન સિંહને મારા પત્રો વાંચીને સંભળાવ્યા અને આરોપ લગાવ્યો કે યૂપીએ સરકાર અંતર્ગત પીએસયૂ બેંકોએ કિંગફિશર એરલાઈનને ખોટું સમર્થન કર્યું હતું. મીડિયાએ મને વર્તમાન પીએમને પત્ર લખવા માટે ઉકસાવ્યો. મને આશ્ચર્ય છે કે એનડીએ સરકાર અંતર્ગત હવે શું બદલાઈ ગયું છે. આગલા ટ્વીટમાં માલ્યા લખે છે કે કિંગફિશરને બચાવવા માટે મારા 4000 કરોડના રોકાણને નજરઅંદાજ કરી વારંવાર કોઈપણ વાત વિના આલોચના કરવામાં આવી રહી છે. આ એજ પીએસયૂ બેંક છે જેણે કિંગફિશરને ડૂબવા દીધી.

મારા પૈસા લો અને બચાવી લો જેટ એરવેઝ

આગલા ટ્વીટમાં માલ્યા લખે છે કે હું ફરી કહું છું કે મેં કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ મારી તરલ સંપત્તી રાખી હતી જેનાથી પીએસયૂ બેંકો અને અન્ય લેણદારોનો હિસાબ ચૂકતે કરી શકાય. બેંક મારા પૈસા લઈજેટ એરવેઝને કેમ નથી બચાવી લેતી.

નાદાર થવાની કગાર પર છે જેટ એરવેઝ

નાદાર થવાની કગાર પર છે જેટ એરવેઝ

નાદાર થવાની કગાર પર પહોંચેલ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલે પોતાની પત્ની અનીતા ગોયલે સોમવારે પોતાના પદથી રાજીનામું આપી દીધું. આ ઉપરાંત એતિહાદ એરવેઝના એક નોમિનીએ પણ બોર્ડથી રાજીનામું આપી દીધું છે. જે બાદ નરેશ ગોયલે પોતાના કર્મચારીઓને નામ એક પત્ર લખી કહ્યું કે તેઓ કોઈપણ બલિદાન માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે એરલાઈનને ડૂબવાથી રોકવા માટે આ સ્વામિત્વ પરિવર્તન યોજનાનો ભાગ છે. જે બાદ સરકારની એક ઘોષણામાં કહેવામાં આવ્યું કે એરલાઈનને બચાવવા માટે બેંક 1500 કરોડ રૂપિયા આપશે.

Reliance Jio એ ફ્રીમાં આપ્યા 10GB ડેટા, મળ્યા કે નહીં તે ચેક કરોReliance Jio એ ફ્રીમાં આપ્યા 10GB ડેટા, મળ્યા કે નહીં તે ચેક કરો

English summary
vijay mallya on helping jet airways, says- The same PSU Banks left India’s finest airline fail ruthlessly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X