
વિજય માલ્યાએ કર્યું ટ્વીટ, પીએમ બેંકોને કેમ નથી કહેતા કે મારી પાસેથી પૈસા લઈ લે
નવી દિલ્હીઃ ભારતની બેંકોને 9000 કરોડનો ચૂનો લગાવીને ભાગનાર વિજય માલ્યાએ એક પછી એક ટ્વીટ કરી કહ્યું કે પીએમ મોદી બેંકોને કેમ નથી કહી રહ્યા કે તેમની પાસેથી પૈસા લઈ લે. માલ્યાએ કહ્યું કે અગાઉ પણ તેમણે કોર્ટમાં સેટલમેન્ટની ઑફર આપી હતી. જણાવી દઈએ કે આર્થિક ભગોડો ઘોષિત થઈ ચૂકેલ માલ્યાના પ્રત્યર્પણ કેસમાં ભારતને મોટી સફળતા હાથ લાગી છે. બ્રિટિશ સરકારે વિજય માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી દીધી છે. જે બાદ માલ્યાએ કેટલીય વખત સેટલમેન્ટની વાત કહી છે.
માલ્યાએ ટ્વીટ કર્યું કે, 'પીએમ મોદીના પાછલા ભાષણ વિશે મને માલુમ પડ્યું, એ બહુ સારો સમય હતો. તેમણે નામ લીધા વિના કહ્યું કે એક માણસ 9000 કરોડ રૂપિયા લઈને ભાગી ગયો, તેમનો ઈશારો મારી તરફ હતો. હું પીએમને મોટા આદરથી પૂછવા માગું છું કે આખરે કેમ તેઓ બેંકને નથી કહેતા કે મારી પૈસાથી રૂપિયા લઈ લે. આનાથી ઓછામાં ઓછી પબ્લિક ફંડની રિકવરી થઈ જશે. મેં પહેલા પણ કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટની ઑફર આપી હતી.'
જણાવી દઈએ કે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ માલ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જે લોકો દેશથી ભાગી ગયા છે, તેઓ ટ્વિટર પર રડી રહ્યા છે કે હું 9000 કરોડ રૂપિયા લઈને નિકળ્યો હતો પરંતુ મોદીજીએ તો મારા 13000 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા.' આ નિવેદન બાદ જ માલ્યાએ પોતાના બચાવમાં ટ્વીટ કર્યું છે.
બેંકો સાથેની ધોખાધડીના મામલા અને 9000 કરોડ લઈને લંડન ફરાર થઈ ચૂકેલ માલ્યા વિરુદ્ધ 18 એપ્રિલ 2016ના રોજ જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં તો માલ્યા ફરાર થઈ ચૂક્યો હતો. માલ્યા પર શિકંજો કસવા માટે ભારત સરકાર તરફથી તમામ કોશિશો કરવામાં આવી રહી છે. આ દરમિયાન વર્ષ 2018માં આર્થિક ભાગેડૂ ઘોષિત કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સામાન્ય ભાવ વધારો