For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાનખેડેના સપોર્ટમાં આવ્યા વિજયવર્ગીય, કહ્યું- મહારાષ્ટ્રના મંત્રીઓ પર દાઉદની અસર

વાનખેડેના સપોર્ટમાં આવ્યા વિજયવર્ગીય, કહ્યું- મહારાષ્ટ્રના મંત્રીઓ પર દાઉદની અસર

By Staff
|
Google Oneindia Gujarati News

આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈ હવે રાજકારણ તેજ થઈ ગયું છે. એક તરફ જ્યાં આ મામલે એનસીબીના અધિકારી સમીર વાનખેડે સવાલોના ઘેરામાં છે અને એનસીપીએ તેમના પર સંગીન આરોપો લગાવી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી હવે સમીર વાનખેડેના સમર્થનમાં ઉતરી આવી છે. ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ એનસીપી નેતા નવાબ મલિક પર તીખો પલટવાર કરતા કહ્યું કે આખરે કેવી રીતે મહારાષ્ટ્રમાં કોઈ ઈમાનદાર સેંટરનું કોઈ અધિકારી કામ કરી શકે છે.

kailash vijayvargiya

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે નવાબ મલિકનું નિવેદન દર્શાવે છે કે કેન્દ્રના ઈમાનદાર અધિકારીઓનું મહારાષ્ટ્રમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે. દાઉદ ઈબ્રાહીમ આપણા દેશમાં નથી પરંતુ તેનો પ્રભાવ મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ પર છે. જણાવી દઈએ કે નવાબ મલિકે એક ટ્વીટ કરી સમીર વાનખેડેને દાઉદના એજન્ટ ગણાવ્યા હતા. તેમણે ટ્વીટ કરી સમીર વાનખેડેનું જન્મ પ્રમાણ પત્ર શેર કર્યું અને લખ્યું કે સમીર વાનખેડે ફેક વ્યક્તિ છે. આ વ્યક્તિએ પોતના જન્મ પ્રમાણપત્રમાં છેડછાડ કરી અને તેના પિતાએ ધર્મ બદલ્યા બાદ જે નામ રાખ્યું હતું તે સરખું કર્યું. આ આધાર પર જ આ જન્મ પ્રમાણ પત્ર કાઢ્યું છે.

આ આરોપો પર સમીર વાનખેડેએ કહ્યું કે આ એક અપમાનજનક પગલું છે અને આને પોતાની અંગતતા પર હુમલો ગણાવ્યો. જેવી રીતે પાછલા કેટલાક દિવસોથી મંત્રીઓએ કામ કર્યાં છે તેનાથી મારા અને મારા પરિવાર પર માનસિક અને ભાવનાત્મક દબાણ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે નવાબ મલિકે જે તસવીર શેર કરી છે તેમાં સમીરના પિતાનું નામ દાઉદ લખ્યું છે. જ્યારે સમીર વાનખેડેનું કહેવું છે કે મારા પિતાનું નામ જ્ઞાનદવ છે જે આબકારી અધિકારી હતા.

જ્યારે સમીરની પત્નીએ પણ નવાબ મલિકના આરોપો પર પલટવાર કરતા સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરી. તસવીરો શેર કરી ક્રાંતિ રેડકર વાનખેડેએ લખ્યું કે હું અને મારા પતિ સમીર હિન્દુ પરિવારમાં જન્મ્યા છીએ. સમીરના પિતા પણ હિન્દુ છે અને તેમણે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યાં હતાં જે હવે આ દુનિયામાં નથી. સમીરનાં પહેલાં લગ્ન 2016માં થયાં છે અને તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટથી 2016માં તલાક લીધા હતા. જ્યારે 2017માં હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત મારાં અને સમીરના લગ્ન થયાં હતાં.

English summary
Vijayvargiya came in support of Wankhede, said- Dawood's impact on Maharashtra ministers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X