ઈદ મિલાદ ઉન નબી પર મેંગ્લોરમાં હિંસા, સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ઘર્ષણ

Violence in Mangalore: આજે સમગ્ર દેશમાં ઇદ મિલાદ ઉન નબીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ઇદ મિલાદ ઉન નબીના અવસર પર કર્ણાટકના મેંગ્લોરમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.

એક સોશિયલ મીડિયા પોસ્ટ પર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક વિરોધ કરવા લાગ્યા હતા.

પોલીસ સાથે અથડામણ - મળતી માહિતી મુજબ, હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યું હતું અને બેરિકેડ પણ તોડી નાખ્યા હતા.

દક્ષિણ કન્નડ એસપી યતિષ એનએ જણાવ્યું હતું કે, આજે ઇદ એ મિલાદ તહેવારની પૂર્વસંધ્યાએ, અમે સમગ્ર જિલ્લામાં પૂરતી વ્યવસ્થા કરી છે.

Violence in Mangalore

બંટવાલ શહેરમાં વિરોધ પ્રદર્શન - પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બીસી રોડ પરના બંટવાલ શહેરમાં વિરોધ પ્રદર્શન માટે બોલાવવામાં આવ્યા હતા, જેના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે બંટવાલ અથવા જિલ્લામાં ક્યાંય પણ કોઈ અપ્રિય ઘટના ન બને.

તેમણે જણાવ્યું હતું કે, કેટલાક લોકોમાં સમસ્યા ચાલી રહી છે, અને હું કહી શકતો નથી કે, સમસ્યા શું છે. અમે માત્ર એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે બધું જ શાંતિપૂર્ણ રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X