For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ઉત્તરાખંડમાં કોઇપણ વીઆઇપીને No Entry

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shushil-kumar-shinde
પટણા, 26 જૂન: કેન્દ્રિય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ મંગળવારે કહ્યું હતું કે તેમને ઉત્તરાખંડ સરકારને કહ્યું હતું કે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં કોઇપણ અતિ વિશિષ્ટ વ્યક્તિને (વીઆઇપી)ને આવવાની પરવાનગી ન આપે જેથી રાહતકાર્યોમાં કોઇ મુશ્કેલી ન આવે.

સુશિલ કુમાર શિંદે આજે સંવાદદાતાને જણાવ્યું હતું કે મેં ઉત્તરાખંડ સરકારને કહ્યું હતું કે તે મુખ્યમંત્રી વિજય બહુગુણા સિવાય કોઇપણ વીઆઇપીને રાજ્યના પૂરગ્રસ્ત પ્રભાવિત વિસ્તારોમાં આવવાની પરવાનગી ન આવવા દે જેથી સુરક્ષા દળ તેમની દેખભાળમાં વ્યસ્ત થવાના બદલે પોતાનું ધ્યાન તીર્થયાત્રીઓના રાહત અને પુર્નવાસના કાર્યોમાં જોડાયેલા રહે.

સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે મને ખુશી છે કે બધા વીઆઇપી લોકોએ આ નિર્દેશનું પાલન કર્યું. ગૃહમંત્રીએ કહ્યું હતું કે તેમને પણ ગુજરાતના નરેન્દ્ર મોદીની જેમ વિમાનમાંથી ઉતર્યા વિના સર્વેક્ષણ કર્યું હતું. વડાપ્રધાન મનમોહન સિંહ અને યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ ગત અઠવાડિયે આવેલા વરસાદ અને વાદળ ફાટવાના કારણે મચેલી તબાહીનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું.

કેન્દ્રિય ગૃહમંત્રીને કહ્યું હતું કે પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહ થયેલા ઉત્તરાખંડમાં ઝડપથી ચાલી રહેલા રાહતકાર્યોના કારણે સ્થિતીમાં સુધારો આવ્યો છે. તેમને કહ્યું હતુંક એ કેદારનાથ અને બદ્રીનાથમાંથી હજારો શ્રદ્ધાળુઓને નિકાળવવામાં આવ્યાં હતા. તેમને કહ્યું હતું કે તીર્થયાત્રીઓને સુરક્ષિત પહોંચાડવા માટે 37 હેલિકોપ્ટર ગોઠવવામાં આવ્યાં છે.

સુશિલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ત્રણ-ચાર દિવસ સુધી સ્થિતિ ખૂબ જ દુખદ હતી પરંતુ હવે ઉત્તરાખંડની સ્થિતિમાં ઘણો સુધારો છે. સુશિલ કુમાર શિંદેએ નેપાળ સીમા સ્થિત સુપૌલમાં સશસ્ત્ર સીમા દળના તાલીમ કેન્દ્ર આધારશિલા રાખવા અને 552 કિલોમીટર લાંબી ભારત-નેપાળ સીમા પર રોડ નિર્માણનું કામ શરૂ કરાવવા માટે જઇ રહ્યાં છે. સુપૌલની યાત્રામાં ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી નિતિશ કુમાર પણ હતા.

English summary
Home Minister Sushilkumar Shinde today advised VIPs not to visit rain-ravaged Uttarakhand saying such visits created difficulties in relief and rescue operations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X