વહુએ આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો વીડિયો, સંભળાવી આપવીતી

ઉત્તરપ્રદેશના સહારનપુર નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મહિલા પોતાના પર થઇ રહેલા જુલ્મો વિશે જણાવી રહી છે.

ઉત્તરપ્રદેશના સહારનપુર નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં મહિલા પોતાના પર થઇ રહેલા જુલ્મો વિશે જણાવી રહી છે. વીડિયોમાં મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેને પસંદ નથી કરતો અને તેના પતિનું અન્ય યુવતી સાથે ચક્કર ચાલી રહ્યું છે. મહિલાને જાડી કહીને ટોન્ટ મારવામાં આવતા અને ડાયટિંગ ના નામ પર તેને ઘણા દિવસો સુધી ભૂખી રાખવામાં આવતી હતી. વીડિયોમાં જણાવ્યું કે તેને પાગલ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

uttar pradesh

આ મામલો સહારનપુર નાનોટા ચોકી વિસ્તારનો છે. અનતમાંઉ ગામ નિવાસી કુંવરપાલે પોતાની દીકરી આરતી ઉર્ફ નીલુ ના લગ્ન 5 ફેબ્રુઆરી 2018 દરમિયાન હરિયાણાના યમુનાનગર ભારોલી ગામ નિવાસી સુરેશ પાલ સાથે કર્યા હતા. કુંવરપાલે જણાવ્યું કે લગ્નના થોડા જ દિવસોમાં તેના સાસરી વાળા તેને હેરાન કરવા લાગ્યા. દહેજમાં એક ગાડી અને 10 લાખ રૂપિય ની માંગણી કરવા લાગ્યા. તેમને જણાવ્યું કે તેમની દીકરીને સાસરી વાળાએ 19 માર્ચે ઘરની બહાર કાઢી મૂકી હતી અને ફોન પર સતત તેનું માનસિક ઉત્પીડન કરી રહ્યા હતા. જણાવવામાં આવે છે કે 18 એપ્રિલે આરતીએ આત્મહત્યા કરી લીધી.

આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો
આત્મહત્યા કરતા પહેલા આરતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ રડતા રડતા સાસરીમાં તેમના પર થઇ રહેલા અત્યાચારો વિશે માહિતી આપી રહ્યા છે. તેમને જણાવ્યું કે તેમના પતિના બીજી યુવતી સાથે સંબંધ છે. જાડી કહીને તેનો મજાક ઉડાવવામાં આવે છે અને ડાયટિંગના નામ પર તેને ભૂખી રાખવામાં આવે છે. તેને પાગલ સાબિત કરવાની પણ કોશિશ થઇ રહી છે. આ સંબંધમાં આરતીના પિતા કુંવરપાલે પતિ અભિષેક, અભિષેકના કાકા ધર્મપાલ અને કાકી કિરણબાલા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X