Viral Video: ફ્લાઈટમાં ઝગડ્યા યાત્રીઓ, વિમાનમાં સર્જાયા લોકલ ટ્રેનવાળા દ્રશ્યો

ચાલુ પ્લેનની અંદરની લડાઈનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા એક યુઝરે લખ્યું હતું કે, થાઈ સ્માઈલ એરવેમાં સ્માઈલ હોતી નથી. આવી લડાઇ કરવા માટે વિમાન કદાચ સૌથી ખતરનાક સ્થળ છે.

Viral Video: તમે ઘણી વાર રસ્તા પર, ટ્રેન અને બસમાં લોકોને લડતા-ઝગડા જોયા હશે. આ લડાઇમાં અપશબ્દોનો પ્રયોગ કરવા સાથે સાથે મારપીટ પણ કરે છે. આવી ઘટના જ્યારે ફ્લાઇટ બને છે, ત્યારે આશ્ચર્ય થાય છે. હાલ આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં 3-4 લોકો મળીને એક વ્યક્તિ સાથે મારપીટ કરી રહ્યા છે. જ્યારે એર હોસ્ટેસ તેમને રોકતા જોવા મળે છે.

મુસાફરોએ પ્લેનમાં કરી સડકછાપ હરકતો

મુસાફરોએ પ્લેનમાં કરી સડકછાપ હરકતો

આ ઘટના થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં બની છે, જ્યાં પ્લેનની અંદર કેટલાક લોકો વચ્ચે ઝઘડો થયો હતો. દલીલ એટલી હદે વધીજાય હતી કે, એક વ્યક્તિ બીજાને મારવા લાગે છે. તેની સાથે તેના કેટલાક સાથીઓ પણ અન્ય મુસાફરને મારવા લાગે છે.

પ્લેનની અંદરનીએર હોસ્ટેસ તેમને રોકવાનો પ્રયાસ કરે છે. માઈક પર પણ જાહેરાત કરવામાં આવે છે કે, તમે લોકો રોકાઇ જાવ, પરંતુ આ લોકો પર તેનીકોઈ અસર થતી નથી.

મહત્વની વાત એ છે કે, જ્યારે લડાઈ થઈ રહી હતી, ત્યારે પ્લેનની અંદર બેઠેલા બાકીના મુસાફરોના પેટનું પાણીપણ હલતું નથી અને તેમની લડાઇમાં કોઈ દખલ પણ દેતું નથી.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ચાલુ પ્લેનની અંદરની લડાઈનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા એક યુઝરેલખ્યું હતું કે, થાઈ સ્માઈલ એરવેમાં સ્માઈલ હોતી નથી. આવી લડાઇ કરવા માટે વિમાન કદાચ સૌથી ખતરનાક સ્થળ છે.

એવી અપેક્ષારાખવામાં આવે છે કે, આ અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવશે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા તેમની સાથે કડક કાર્યવાહી કરવામાંઆવશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ.

બોલાચાલીથી મારપીટ સુધીનો વીડિયો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ કહે છે શાંતિથી બેસો, જ્યારે બીજો કહે છે, તારો હાથ નીચે કર. સેકન્ડોમાં જ બંને લોકો વચ્ચેનીદલીલ લડાઈમાં ફેરવાઈ જાય છે.

એક મુસાફર બીજાને થપ્પડ મારે છે. પછી તે તેના ચશ્મા ઉતારે છે અને મારવા લાગે છે, જ્યારે તેનામિત્રો પણ સાથે મળીને બીજી વ્યક્તિને મારવા લાગે છે.

બીજી વ્યક્તિ પોતાની જાતને બચાવતી હોય તેવું જણાઇ રહ્યું છે. થોડા સમયમાંફ્લાઈટ એટેન્ડન્ટ આ લોકોને અલગ કરી દે છે.

અહેવાલો અનુસાર, આ ઘટના બેંગકોકથી કોલકાતા આવતી ફ્લાઈટમાં બની હતી. હાલમાંસ્માઇલ એરવેઝ દ્વારા આ મામલે કોઈ નિવેદન આવામાં આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X