Video: પંજાબીઓ ડોલર ઉડાવ્યા, વિદેશીઓ પૈસા લૂંટવા લાગ્યા
તમે અત્યારસુધી ગમે એટલા ભારતીય લગ્નમાં ગયા હોય ત્યારે તમે લોકોને હવામાં 10-50 રૂપિયાની નોટો ઉડાવતા જોયા હશે.
તમે અત્યારસુધી ગમે એટલા ભારતીય લગ્નમાં ગયા હોય ત્યારે તમે લોકોને હવામાં 10-50 રૂપિયાની નોટો ઉડાવતા જોયા હશે. ભારતીય લગ્નોમાં હંમેશા એવું દેખાય છે કે બેન્ડ બાજાવાળા હવામાં ઉડાવવામાં આવેલી નોટો જલ્દીથી ઉઠાવી લે છે. પરંતુ પહેલીવાર જોવામાં આવ્યું કે પંજાબી લગ્નમાં ઉડાવવામાં આવેલી નોટો વિદેશીઓ ઘ્વારા લૂંટવામાં આવી. સોશ્યિલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંજાબી લોકો નાચતા નાચતા પૈસા ઉડાવી રહ્યા છે જયારે વિદેશીઓ પૈસા વીણી રહ્યા છે.

સોશ્યિલ મીડિયા પર એક વીડિયો થોડા દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે હવે વાયરલ થયો છે. આ વીડિયો વિદેશનો છે પરંતુ તેમાં પંજાબીઓ છવાઈ ગયા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક પંજાબી લોકો મસ્તીમાં પંજાબી સોન્ગ પર નાચી રહ્યા છે. ડાન્સ કરતા કરતા આ લોકો હવામાં પૈસા પણ ઉડાવી રહ્યા છે. પરંતુ તેઓ નોટ નહીં પરંતુ ડોલર ઉડાવી રહ્યા છે. લોકોને ડાન્સ કરતા જોઈ અને તેની સાથે સાથે ડોલર ઉડાવતા જોઈને લોકોની ભીડ જામી ગયી અને તેઓ પૈસા ઉઠાવવા લાગ્યા.
આ વીડિયો ક્યાં અને ક્યારનો છે આ વાતની જાણકારી હજુ સુધી નથી મળી. પરંતુ પહેલીવાર વિદેશીઓને પણ પૈસા ઉઠાવતા જોઈને સોશ્યિલ મીડિયા પર બધા જ લોકો હેરાન છે. આ વીડિયો જોઈને લોકો હસીને પાગલ થઇ રહ્યા છે. એક યુઝર ઘ્વારા લખવામાં આવ્યું કે મોનોપોલી અને બિઝનેસ નોટ હશે, પલ્ટીને જોશો ત્યારે તેમના દલેર મહેંદી અને સુખબીરની ફોટો હશે. જયારે બીજા એક યુઝર ઘ્વારા જણાવવામાં આવ્યું કે પંજાબી લગ્નો અમેરિકા માટે કમાણીનો રસ્તો છે. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ઘણા લોકો જોઈ ચુક્યા છે.
Punjabis throwing dollars while dancing and firangis picking them up 😂 🤣 pic.twitter.com/BL0AIu9PC1
— Pakchikpak Raja Babu (@HaramiParindey) August 3, 2018












Click it and Unblock the Notifications
